ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત છ મહિલા ટીમની મિન્નુ મણી કપ્તાની કરશે


મુંબઇ : ભારત એ મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે ત્રણ વનડે, ત્રણ ટી-૨૦ અને એક ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસ માટેની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પર ભારત-છ મહિલા ક્રિકેટ ટીમની કમાન ઓફ સ્પિનર મિન્નુ મણીને સોંપવામાં આવી છે. આ સિવાય શ્વેતા સેહરાવતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવી છે, જાેકે શબનમ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી, તેથી જાે તે આ પ્રવાસમાં ફિટ થઈ જશે રમતી જાેવા મળશે. આ પ્રવાસમાં પ્રિયા પુનિયાને પણ તક મળી છે. આ સિવાય ભારતીય સિનિયર ટીમમાંથી બહાર રહેલી મેઘના સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવી છે. મેઘના આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરીને સિનિયર ટીમ માટે પોતાનો દાવો રજૂ કરવા માંગશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution