કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ખુદ ગૃહ રાજ્યમંત્રી જાડેજા એક્શનમાં દેખાયા

દાહોદ-

દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હીરેન પટેલ હત્યા કેસમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખુદ એક્શનમાં દેખાઈ રહ્યા છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હીરેન પટેલ હત્યા કેસની તપાસમાં જાેડાઈ છે. તો આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હિરેન પટેલના ઘરે પણ પહોંચ્યા હતા.

ત્રણ મહિના પહેલા હિરેન પટેલની અકસ્માત સર્જી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યામાં મોટા માથાંઓની સંડોવણીના આક્ષેપો બાદ એટીએસ સહિતની એજન્સીઓ કામે લાગી છે. હિરેન પટેલ હત્યા કેસમાં એક આરોપી ફરાર છે. ત્રણ માસ અગાઉ હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. તેઓ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, ત્યારે આ નગર સેવકની અકસ્માત કરીને હત્યા કરવામાં આવી હતી.

હત્યાના ષડયંત્રનો પર્દાફાશ દાહોદ પોલીસે કર્યો હતો. આ કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે કે અન્ય ૧ આરોપી ફરાર થયો છે. સમગ્ર કેસ મામલે અમદાવાદ છ્‌જી તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેઓએ કહ્યું કે, સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution