મુખ્યમંત્રી વિદેશ જવાની બાબતને માત્ર અફવા ગણાવતાગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત :રાજ્યનાં મુખ્યમંત્રી પોતાનાં પુત્રની સારવાર માટે વિદેશ જઇ રહ્યાં છે અને કદાચિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા હોવા બાબતનાં ફેલાયેલી વાતોનું આજે ગૃહ રાજ્યમંત્રીએ ભારપૂર્વક ખંડન કર્યું હતું. વિપક્ષનાં ઇશારે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. જે બાબતને ગંભીરતાથી લઇને નોટિસો મોકલવામાં આવી રહી છે અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સહિત સિનિયર મંત્રીઓ તેમજ સંગઠનનાં પદાધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. આ મીટિંગ બાદ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમનાં પુત્રની સારવાર માટે વિદેશ જવાના છે અને તેમનો હવાલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપાય તેવી અટકળો વહેતી થઇ હતી. આજે સુરતમાં ગણેશ વિસર્જનનાં તહેવારમાં જાેડાયેલાં હર્ષ સંઘવીએ ભાગળ ખાતે ગણપતિબાપ્પાનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આકરાં શબ્દોમાં અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, વિપક્ષનાં ઇશારે એકદમ ખોટી માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. કોઇનાં સંતાન માટે અફવા ફેલાવનારાઓએ શરમ અનુભવવી જાેઇએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution