ચાર પ્લોટમાં આગથી લાખો રૂપિયાનો સર-સામાન બળીને ભસ્મીભૂત

ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામ નજીક આવેલ ત્રણ સેકન્ડ સેલ પ્લોટમાં એકાએક આગ લાગતાં પ્લોટમાં રહેલ લાખો રૂપિયાની કિંમતનો સામાન સળગી ગયો હતો. આ વિકરાળ આગને કાબુમાં લેતાં ફાયરબ્રિગેડના કાફલાને સાડા ત્રણ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. તળાજા તાલુકાના ત્રાપજથી વિશ્વ વિખ્યાત શિપબ્રેંકિંગ યાર્ડ એવાં અલંગ પાસે આવેલ કઠવા ગામ સ્થિત ત્રણ પ્લોટમાં આગ લાગતાં ગૃહ ઉપયોગી અને અન્ય વસ્તુઓ નું વેચાણ થતાં આ પ્લોટમાં લાખોની કિંમત નો સરસામાન સળગી ને રાખ થઈ ગયો હતો.આ અંગે ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર અલંગ સ્થિત ફાયરબ્રિગેડ કચેરીને સવારે કોલ મળ્યો હતો કે ત્રાપજ-અલંગ રોડપર કઠવા ગામે આવેલ અલગ અલગ ત્રણ પ્લોટ આ પ્લોટમાં અલંગ માં ભંગાવા માટે આવતી શિપ માથી નિકળતા સર સામાનનું વેચાણ થાય છે. એ સેકન્ડ સેલ પ્લોટમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી છે આ મેસેજ મળતાં જ અલંગ ફાયરબ્રિગેડનો કાફલો તત્કાળ કઠવા ગામે પહોંચી ગયો હતો. જેમાં રોડપર આવેલ પ્લોટ નં-૩૮૫ “કુદરત ટ્રેડર્સષ્ માલિક હિંમત ધરમશી મકવાણા તથા વલ્લભ ધરમશી મકવાણા પ્લોટ નં-૧૪૩૦ જાનકી ટ્રેડર્સ માલિક અશોક વિઠ્ઠલ મકવાણા પ્લોટ નં-૩૨૦ “મહેતા ટ્રેડીંગષ્ માલિક વિરેન્દ્ર રજનીકાંત મહેતા અને પ્લોટ નં-૨૩૧ “જય ભવાનીષ્ ટ્રેડીંગ માલિક શૈલેષ વિઠ્ઠલ સેંતા ના પ્લોટમાં આગ પ્રસરતી જતી હોય આથી અલંગ ફાયરબ્રિગેડ એ તળાજા તથા ભાવનગર ફાયરબ્રિગેડને જાણ કરતાં તળાજા-ભાવનગર થી ફાયરબ્રિગેડનો કાફલો પણ સ્થળપર પહોંચી ગયો હતો અને સોફાસેટ થર્મોકોલ સહિત ના જથ્થા માં પ્રસરેલી આગ ઓલવવા તજવીજ હાથ ધરી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર દૂર થી પણ આ આગના લબકારા નિહાળી શકાતાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution