ગાંધીનગર-
રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.
નાણાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાકાળ બાદ શાળાના બાળકોને શિક્ષણ મળી રહે અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે એ માટે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત રૂપિયા 1044 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. તેનાથી રાજ્યના આશરે 45 લાખ જેટલા બાળકોને લાભ મળશે.