હૈદરાબાદ
ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ તેલંગાણા સરકાર સાથે લગભગ ૨ અબજ ડોલરના રોકાણ સાથે તેના એક મોટા ડેટા સેન્ટરની સ્થાપનાની દરખાસ્ત પર ચર્ચા કરી રહી છે. સમગ્ર મામલાની નજીકના સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી. જો વાતચીત સફળ થાય છે તો તે યુએસની બહાર માઈક્રોસોફ્ટના મોટા રોકાણોમાંનું એક હશે.
તેલંગાણાના આઇટી અને ઉદ્યોગ પ્રધાન કેટી રામા રાવે થોડા મહિના પહેલા માઈક્રોસોફ્ટના સિનિયર મેનેજમેન્ટ સાથે વાતચીત કરી હતી. સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે. કેટલાક મુદ્દાઓને હજુ નક્કી કરવામાં આવ્યાં નથી, જેમાં સ્થાન અને રોકાણના જથ્થા શામેલ છે. "
તેમણે કહ્યું કે એવું લાગે છે કે માઈક્રોસોફ્ટ અહીં ડેટા સેન્ટર સ્થાપવા માટે તૈયાર છે, જોકે આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રાજ્યના આઇટી વિભાગના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આઇટી કંપનીએ રાજ્ય સરકાર સાથે ચાલી રહેલી ચર્ચાઓ અંગે જાહેર ન કરવા વિનંતી કરી છે. માઈક્રોસોફ્ટની પબ્લિક રિલેશન એજન્સીને મોકલેલા ઇમેઇલ્સનો કોઈ જવાબ મળ્યો નથી.