વડોદરા : એક જ સપ્તાહમાં લવ જેહાદનાં બે મામલા નવા કાયદા હેઠળ નોંધાયા બાદ લોક જાગૃતીને કારણે ત્રીજાે બજાવ બનતો અટક્યો છે. જાેકે મુસ્લીમ હોવા છતાં ખોટી ઓળખ આપી વાંરવાંર ફોન ઉપર હેરાન કરનારને છટકુ ગોઠવી બોલાવ્યા બાદ મહીલા અને પતિ સહીત અન્યોએ બરાબરનો મેથીપાક આપ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જાેકે આ બનાવની સતાવાંર ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી પણ સોશ્યલ મિડીયા ઉપર આ વિડીયો એ ધુમ મચાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સેવાસી ગામે રહેતી મહીલાને એક યુવાન દ્રારા વાંરવાંર મીસકોલ કરી હેરાન કરવામાં આવતી હતી.એક વાર મહીલીએ ફોન કરી તમે કોણ છો ? ક્યાંથી બોલો છો જણાવતાં યુવાને હીદું નામ જણાવ્યું હતું એ સમયે મહીલા એ વાંરવાંર ફોન નહી કરવાનું જણાવી હવે થી ફોન કરીશ તો મારા પતીને વાત કરવી પડશે એવી ચીમકી પણ આપી હતી.તેમ છતાં એ વિધર્મી યુવાને એની હરકતો ચાલુ રાખી હતી. સવારનાં પહોરથી મધ્ય રાત્રી સુધી વાંરવાંર વિધર્મી યુવક ફોન કરી હેરાન કરતો હોવીથી કંટાડેલી મહીલાએ પતિને વાત કરી હતી કરજણનો યુવાન ફોન કરી હેરાન કરતો હોવાનું જણાવતા પતિએ મિત્રોઓ અને ગામલોકો ને વાત જણાવી યુવાનને પર્દાફાશ ભણાવાનું નક્કી કર્યું હતું. એ મુજબ મહીલાએ યુવકને ફોન કરી મળવા ના બહાને યુવકને ફોન કરી મળવાના બહાને બોલાવી છટકુ ગોઠવ્યુ હતુ અને સેવાસી નજીક આ જગ્યાએ આટલા વાગે આવી જવા માટે જણાવતાં જ વિધર્મી યુવકે તૈયારી દર્શાવી હતી. અને મહીલાને ઓળખીશ કેવી રીતે એમ પુછી સાડીનો કલર જણાવ્યો હતો. એ કલરની સાડી પહેરીને આવવા જણાવી પોતાની બાઈકનો નંબર આપ્યો હતો. મહીલાએ આપેલા સમયે મુજબ નક્કી થયેલી જગ્યાએ યુવક બાઈક લઈને આવ્યો હતો અને મહીલા પાસે જઈ વાત કરતાં જ આસપાસ છુપાઈ રહેતાં તેના પતિના મિત્રો અને ગામલોકોએ દોડી વિધર્મી યુવકને ઝડપી પાડ્યો હતો.શરૂઆત માં તે હીદુ નામ બતાવી છટકવાનો પ્રયત્ન કરતો હોત પરંતુ ઓળખ માંગવાના બહાને તેના પાકીટની તપાસ કરતાં તે ઈમરાન મનસુરી અને કરજણનો રહેવાસી હોવાનું ચુંટણી કાર્ડ મળી આવતાં ઉશ્કેરાયેલા ટોળાએ વિધર્મી યુવકની ધોલાઈ શરૂ કરી હતી. જેનાથી ગભરાઈ ગયેલા ઈમરાને માફી માંગવાનું શરૂ કર્યુ હતું.
પરંતુ ટોળાએ મુસ્લીમ હોવા છતાં હીદું નામ આપી ફોન ઉપર વાત કરનાર અને એ ઓળખથી મળવા આપનાર લવજેહાદીને વધુ મારમારી મોબાઈલ રકોડીંગ કર્યું હતું અને મોબાઈલ સમક્ષ માફી મંગાવી એની ક્લીપ વાઈરલ કરી હતીં.
ઈમરાનના ચૂંટણીકાર્ડમાં ૫તિનું નામ ભીખાભાઈ દર્શાવાયું છે
લવજેહાદ કરવા નીકળેલા ઈમરાન મન્સુરીનાં ચુંટણી કાર્ડમાં પિતાનું નામ પણ હીદું હોય એમ ભીખાભાઈ દર્શાવયુ છે જ્યારે મોબાઈલમાં રેકોર્ડ કરાયેલા માફી માંગતા વિડીયોમાં એના પિતાનું નામ આદમભાઈ હોવાનું જણાવે છે ચુટંળઈ કાર્ડમાં કેમ ભીખા ભાઈ લખાવું હશે એ તપાસનો વિષય છે ખરેખર તપાસ થાય તો ઈમરાને ચુટણીં કાર્ડને આધારે અગાઉ પણ કોઈ કાંડ કર્યા હોય તો એ પણ બહાર આવી શકે છે