અમદાવાદ રાજ્યમાં હજી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ૪૫ ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કંડલા, સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. હવામાન વિભાગે ગરમીની આગાહી કરતા જણાવ્યુ છે કે, અમદાવાદમાં મંગળવારે ૪૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આવતીકાલે કંડલામાં અને સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ બાદ તાપમાનમાં ૨ ડિગ્રી ઘટાડો થવાની શકયતા પણ રજુ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સોમવારે ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.