હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં અગામી 3 દિવસ પડશે વરસાદ 

અમદાવાદ-

રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ઘૂળની ડમરી ઊડતી જોવા મળી હતી. આ કારણે કેટલાક વિસ્તારોમાં તો વીજળી ગુલ થઈ ગઈ હતી. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની સાથે હળવો વરસાદ થવાની પણ પૂરી સંભાવના છે. હળવાથી મધ્યમ કહી શકાય એવો આ વરસાદ હશે.

બુધવારના નવા રીપોર્ટ અનુસાર બનાસકાંઠા, ડાંગ, વલસાડ, પાટણ, રાજકોટ, નવસારી, જૂનાગઢ, કચ્છ તથા અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરી સંભાવના છે. જ્યારે ગુરૂવારે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં તથા શુક્રવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, કચ્છ તેમજ ભાવનગરમાં જ્યારે શનિવારે પાટણ, કચ્છ, રાજકોટ, આણંદ, ભાવનગર, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આ સામાન્ય કહી શકાય એવો વરસાદ હશે. જોકે, મંગળવારે બપોર બાદ રાજ્યના વાતાવરણમાં એક પરિવર્તન જોવા મળ્યું હતું. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ થયો હતો. હવામાન વિભાગના મતે બુધવારે બનાસકાંઠા-પાટણ-ડાંગ-વલસાડ-નવસારી-રાજકોટ-અમરેલી-જુનાગઢ-કચ્છ, ગુરુવારે કચ્છ-રાજકોટ-અમરેલી-જુનાગઢ, શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, સહિતના પંથકમાં વરસાદ વરસવાની આગાહી કરાઇ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution