"મેરે દેશ કી ધરતી" 14 ઓગસ્ટ, 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે

દિવ્યેન્દુ શર્મા, અનંત વિધાત અને અનુપ્રિયા ગોએન્કાની મુખ્ય ભૂમિકાઓ દર્શાવતી ફિલ્મ 'મેરે દેશ કી ધરતી' 14મી ઓગસ્ટ, 2020ના રોજ તમામ જરૂરી સાવચેતીઓ સાથે થિયેટરમાં રિલીઝ થશે. સમાચારની પુષ્ટિ કરતા કાર્નિવલ મોશન પિક્ચર્સના સીઇઓ અને ડાયરેક્ટર વૈશાલી સર્વાન્કરે જણાવ્યું હતું કે, 'અત્યારે ઇન્ડસ્ટ્રી અને વર્લ્ડ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે અને આ કઠિન મહામારી સામે લડી રહેલ છે ત્યારે અમે આ ઘોષણા કરતાં ખૂબ ઉત્સાહી છીએ.

અમે પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાનો સારો અનુભવ થયો કે જેઓ આ ફિલ્મનો ભાગ છે અને અમારા આગામી પ્રોજેક્ટ્સ માટે અમારી સાથે જોડાવાં માટે વધારે જબરદસ્ત કલાકારોની શોધમાં છીએ. મૂવી લાખો ભારતીયોના જીવન સાથે સંબંધિત છે, કે જ્યાં અમે એક પ્રભુત્વપૂર્ણ મુદ્દાને રમૂજી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' 'આ ફિલ્મનું નિર્માણ મારા માટે ખૂબ સારો અનુભવ રહ્યોં છે, કારણકે વાર્તા આ ફિલ્મના માધ્યમથી પ્રચલિત ખેડૂતોના મુદ્દા અને તેના કુત્રિમ નિરૂપણનું પ્રતિનિધિત્વ કરે છે, જેને અમારા ચેરમેન શ્રી શશીકાંત ભાસી એ લાંબા સમય પહેલાં લખી છે જે ભારતીય ખેડુતોમાં વિશ્વાસની ભાવના ધરાવે છે.'- તેમણે આગળ ઉમેર્યું.

આ ફિલ્મનું નિર્માણ કાર્નિવલ મોશન પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, જે પ્રખ્યાત મનોરંજન સંગઠન કાર્નિવલ જૂથનો ભાગ છે.કાર્નિવલ મોશન પિક્ચર્સના ઓફિશિયલ ટ્વિટર પેજ પર ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ સાથે સમાચારની ઘોષણા કરવામાં આવી હતી.આ ફિલ્મનું દિગ્દર્શન ફરાઝ હૈદરે કર્યું છે, આ ફિલ્મમાં ઇનામુલ હક, બ્રિજેન્દ્ર કાલા, રાજેશ શર્મા, અતુલ શ્રીવાસ્તવ, ફારૂખ જાફર અને કેટલાક અન્ય લોકો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ ફિલ્મમાં ગામડાં અને શહેરના ભાગલાં થયા તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે. આ બે એન્જીનિયરો અને તેમની રૂપાંતરિત જર્નીની વાર્તા છે કે જે તેઓ જીવનમાં લે છે.તે એક દેશભક્તિપૂર્ણ-કૌટુંબિક ડ્રામા છે જેમાં સમાજના વિષયને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે જેનું ખૂબ જ શુદ્ધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution