વોશ્ગિટન-
અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાના સંબંધોને લઈ અફવાઓ ઉડી રહી છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચે છૂટાછેડા થઈ શકે છે. આ દરમિયાન મેલાનિયાએ આરોપ લગાવ્યો છે કે છૂટાછેડાનો દાવો કરનારી ડોનાલ્ડ ટ્રમ્પની ભૂતપૂર્વ રાજકીય સહાયક ઓમરોસા મેનિગોલ્ટ ન્યુમેન તેની સામે આરોપ લગાવી રહી છે.
ન્યૂમેને દાવો કર્યો હતો કે, ડાનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના 15 વર્ષ જુના લગ્નનો હવે અંત આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, મેલાનિયા હવે મિનિટો ગણી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેલાનિયા છૂટા પડવાની વાતો તો ચાલતી રહે હતી, પરંતુ ચૂંટણીના પરિણામો બાદ મેલાનિયા ટ્રમ્પને છોડીને જઈ રહ્યા હોવાની ચર્ચાએ વધુ જાેર પકડ્યું છે.
ઓમરોસાએ દાવો કર્યો હતો કે ટ્રમ્પના વ્હાઇટ હાઉસની બહાર આવતાની સાથે જ મેલાનિયા તેમને છૂટાછેડા આપી દેશે. તેમણે કહ્યું હતું કે, મેલાનિયા હવે ટ્રમ્પ સાથે બદલો લેવાની રીત શોધી રહી છે. આ અંગે મેલાનિયાની પ્રવક્તા સ્ટેફની ગ્રીશમે કહ્યું હતું કે, મેલાનિયા માટે એ વાત ખુબ જ દુઃખદ છે કે ઓમરોસા તેમના પર આ પ્રકારના આરોપો લગાવી રહી છે. તે પોતાના સ્વાર્થ માટે આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહી છે. ખાસ કરીને ત્યારે જ્યારે રાષ્ટ્રપતિએ તેમને અનેક તકો આપી છે.
જાહેર છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય પામ્યા છે. જાે બાઈડેને તેમને કારમો પરાજય આપ્યો છે. જાેકે ટ્રમ્પે આ હારને હજી સુધી સ્વિકારી નથી અને વ્હાઈટ હાઉસ ખાલી કરવાનો ઈનકાર કરી દીધો છે.