દિલ્હી-
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ હીરા કારોબારી એન્ટીગુઆથી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ફીલ્મી ઢબે ડોમિનિકામાંથી પકડી પાડયો હતો. હવે આ કેસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચોકસી મહત્વના દસ્તાવેજો ફાડીને સમુદ્રમાં નાખી રહ્યો હતો અને ડોમિનિકાથી કયુબા ભાગી જવાનો તેનો પ્લાન હતો. ડોમિનિકાની પોલીસે જણાવ્યું હતું કે હાલ મેહુલ ચોકસી તેના કબ્જામાં છે પોલીસે જણાવ્યું હતું કે તેને નોર્થ ડોમિનિકાના એવા વિસ્તારમાંથી પકડવામાં આવેલો જયાં એક પણ એરપોર્ટ નથી. માનવામાં આવે છે કે તેણે નાવની સહારે ડોમિનિકામાં એન્ટ્રી લીધી હતી. જયારે તેને બીચ પર જોવામાં આવ્યો ત્યારે ત્યારે તે કેટલાંક દસ્તાવેજો પાણીમાં વહાવી રહ્યો હતો. તેની શંકાસ્પદ ગતિવિધી જોઈને પૂછપરછ કરતાં તે ગેંગેફેંફ થઈ ગયો હતો અને કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આ દસ્તાવેજો શેના હતા તેનો ખુલાસો નથી થયો પણ તેની તલાસ માટે વ્યાવસાયિક ડૂબકીબાજોને કામે લગાડાયા છે.