મહેસાણા: જૂની અદાવતમાં સમાધાન કરવા મુદ્દે એક શખ્સ પર જીવલેણ હુમલો

મહેસાણા-

મહેસાણા પરા વિસ્તારની લાઈબ્રેરી પાસે આવેલી સર્વ મંગલમ્ સોસાયટીમાં રહેતા કમલેશ ઠાકોર નામના વ્યક્તિ પર બે શખ્સે ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલાખોર ઈકો ગાડીમાં આવ્યા હતા. બંને હુમલાખોરે કમલેશ સાથે બોલાચાલી કરી તેની પર ધારિયા વડે હુમલો કર્યો હતો. આથી કમલેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં ભોગ બનનાર કમલેશ ઠાકોરને અન્ય બે શખ્સ સાથે અગાઉના કોઈ કેસ અંગે સમાધાન મામલે રકઝક હતી, જેમાં આવેશમાં આવેલા મેહુલ અને સની નામના શખ્સે કમલેશ ઠાકોરના ઘરે આવી ઘાતકી હુમલો કર્યો હતો. આથી કમલેશ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. જોકે ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરી ભોગ બનનારનું નિવેદન લઈ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના પરા લાઈબ્રેરી પાસે એક શખ્સ પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. સર્વમંગલ સોસાયટીમાં રહેતા કમલેશજી ઠાકોર પર સમાધાનના મામલે બે શખસે હુમલો કર્યો હતો. હુમલો કરનારા મેહુલ વાલ્મિકી અને સની જૈન ઈકો ગાડીમાં આવ્યા હતા. સોસાયટીમાં આવી બંને હુમલાખોરે કમલેશજી પર ધારિયા વડે હુમલો કર્યો હતો. ઘાયલ થનાર વ્યક્તિએ ત્રણ શખસ સામે મહેસાણાએ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution