મહેસાણા-
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે. કડી નગરપાલિકામાં કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં ૩૬ બેઠકોમાંથી ૩૫ બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર-પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે.
કડી નગરપાલિકામાં ૨૦૧૫ માં ભાજપે ૨૮ બેઠકો મેળવી હતી એ જાેતાં આ વખતે ભાજપની બેઠકોમાં વધારો થયો છે. સ્થાનિક ચૂંટણીમાં મહેસાણા નગરપાલિકાની ચાર નગરપાલિકાઓમાં સરેરાશ મતદાન ૬૧.૭૨ ટકા નોંધાયું હતું. જાેકે આ વખતે મહેસાણા નગરપાલિકામાં ૭.૩૫ ટકા, વીસનગર પાલિકામાં આઠ ટકા, ઊંઝામાં નવ ટકા અને કડીમાં પાંચ ટકા મળીને સરેરાશ આઠ ટકા જેટલું ઓછું મતદાન નોંધાયું હતું.