મહેસાણા-
પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે રોડ પાસે આવેલા તળાવમાં યુવતી અને બે પુરુષ શિક્ષકના મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.મહેસાણામાં ગમખ્વાર અકસ્માતમાં 3 શિક્ષકોના મૃત્યુ થયુ છે. પાંચોટ તળાવમાં કાર ખાબકતા મહેસાણાથી નોકરીએ જઈ રહેલા 3 શિક્ષકો મૃત્યુને ભેટ્યા છે. કાર ચલાવતી વખતે શ્વાન વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાળ તેમને ભરખી ગયો હતો. આ અકસ્માતમાં 1 મહિલા અને 2 પુરૂષના મૃત્યુ પામ્યા છે. આ શિક્ષકો રાધનપુર નજીક મોરવાડ જતા હતા.મંગળવાર અમંગળ સાબિત થયો છે કેમ કે, કલોલ ગેસલીકેજમાં 1 યુવાનનું મોત થયું છે. અને હવે મહેસાણામાં 3 લોકોના મોત થયા છે.મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ત્રણેયની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.