સુરત-
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ૨૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. જ્યારે નિઝર અને વ્યારા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. જ્યારે નિઝર અને વ્યારા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે સુરત જિલ્લાના માંડવીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.