અમદાવાદ-
લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી જે બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જૂબાઈ બાદ વરસાદ વિરામ લીધો હતો પરતું હવામાન વિભાગની આગાહી બાદ ગઈ કાલે રાજ્યના 115 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. ઉમરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસયો હતો. મળતી માહિતી મુજબ મોરવા હડફમાં સવા 2 ઇંચ, પાલનપુરમાં 2 ઇંચ વરસાદ, સિદ્ધપુરમાં 2 ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ જ્યારે સરસ્વતિ, ઉંઝા, પ્રાંતિજ અને પાટણમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ઉમરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ વડગામ અને થરાદમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે દહેગામમાં 1 ઇંચ, કઠલાલમાં પોણો ઇંચ વરસાદ ખાબ્યો હતો જ્યારે મોડાસા, જોટાણા અને ઉમરેઠમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. આ તરફ ભાવનગરમાં જોઈએ એવો વરસાદ ન પડતા ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે. સિંચાઈ માટે ખેડ઼ૂતો કાલુભાર ડેમમાંથી પાણી આપવા તેવી માંગ કરી છે, ભાવનગરમાં વરસાદ ખેંચાતા કાલાતવાલ, વડોદ, ઉમરાળા તળાવ પણ સુકાઈ ગયા છે, જ્યારે ધોળા ચભાડિયા અને હળીયાદ ગામમાં પણ પાણીના અભાવે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.