હાલોલ તા.૩૦
હાલોલ નગર તેમજ તાલુકા ખાતે ગુરૂવારે બપોર ના સમયે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો જ્યારે નગરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરેલા જોવા મળ્યા હતા જેમાં હાલોલ નગરના ગણા બધા વિસ્તારોમાં પાણી ભરાતા હાલોલ નગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતાં.
તદુપરાંત હાલોલ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ સંતાકુકડી રમતો હતો જેના પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળતો હતો ડાંગર તેમજ કપાસ ના વાવેતર થયા બાદ વરસાદની ધરતીપુત્રોને તાતી જરૂરિયાત હતી ઓરણી કરેલ બિયારણ પાણી વિના ગરમીથી સુકાઈ જવાના અરે ઉભો હતું
ધરતીપુત્રો ઘણા દિવસથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે બપોર બાદ હાલોલ પંથકમાં કાળા ડીબાંગ વાદળોની ફોજ આવી ચડી હતી પવનના ભારે સુસવાટા સાથે વરસાદ શરૂ થતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી જ્યારે ભારે ઉકળાટ માં વરસાદ થવાથી ઠંડક પ્રસરી ગઈ હતી જોકે આજના વરસાદ અંગે ધરતી પુત્રોએ આ વરસાદ ખેતી માટે અમૃત સમાન ગણાવ્યો હતો.