મહેસાણા-
મહેસાણા જિલ્લામાં આજે સવારથી સાંજ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો હતો. જિલ્લાના ઊંઝા તેમજ જોટાણા પંથકમાં એક-એક ઈંચ વરસાદ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી. જ્યારે એક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને અડચણ ઉભી થઈ હતી. સૌથી વધુ વરસાદ વિજાપુર તાલુકામાં ૩૪ મીમી જેટલો પડતાં શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલ જોવા મળ્યા હતા. મહેસાણા શહેરમાં પણ સવારે અગ્યાર વાગ્યાના સુમારે ગણતરીના સમયમાં ૧૨મીમી જેટલો વરસાદ ખાબકતાં માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વિજાપુર તાલુકામાં આજે સૌથી વધુ ૩૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે ધમાકેદાર વરસી રહેલ વરસાદે સમગ્ર પંછકમાં ઠંડક પ્રસરી દીધી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવા માસમાં ચોમાસુ ભરપૂર જામ્યું છે ત્યારે આજે નવા સપ્તાહના પ્રારંભે સર્વ ત્ર ગાઢ માહોલ બંધાયો છે. તા. 30 સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કચ્છમાં ગઇકાલે એકથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતના 147 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો છે.