વડોદરા, તા.૮
શહેરમાં તા ૧૮ જુને યોજાનારા વડાપ્રઘાન ના સુચિત કાર્યક્રમનાં સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યનાં મુખ્ય સચિવ પંકજકુમારે આજે વડોદરા કલેકટર કચેરી ખાતે વરિષ્ઠ અઘિકારીઓ સાથે કાર્યક્રમ અંગેની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી અને સ્થળ મુલાકાત લીઘી હતી.અગ્ર સચિવ સોનલ મિશ્રા, અને જિલ્લા કલેકટર અતુલ ગોરે વડાપ્રઘાનનાં સમગ્ર કાર્યક્રમનાં આયોજનની માહીતી આપી હતી. વડાપ્રઘાન નાં ૧૮ મી જુના નાં સુચિત કાર્યક્રમ પ્રમાણે એરપોર્ટથી સભા સ્થળ લેપ્રસી મેદાન સુઘી રોડ શો યોજાશે, રોડ શો દરમ્યાંન વડાપ્રઘાન નરેન્દ્ર મોદી જનશકિતનું અભિવાદન ઝીલશે. અને લેપ્રેસી મેદાન પોંહચી જાહેરસભા ને સંબોઘશે.
નરેન્દ્ર મોદીનો રોડ શો અને ત્યારબાદ નારી શકિત સંમેલન સફળતાપુર્વક સંપન્ન થાય તે માંટેની તૈયારીઓ મુખ્યસચિવ પંકજકુમારે નિહાળી હતી અને આવશ્યક સુચનો સંબઘિત અઘિકારીઓને કર્યા હતા. આ બેઠકમાં મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા કલેકટરો પણ હાજર રહ્યા હતા. મુખ્યસચિવ પંકજકુમાર ની સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત દરમ્યાંન શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘ. મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ સહિત જિલ્લા વહીવટી તંત્ર અને મનપા નાં અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટર કચેરીમાં સમીક્ષા બેઠકના પગલે વાહનોનો ખડકલો, પાર્કિગ ફૂલ
વડોદરામાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનાં સુચિત રોડ શો અને જાહેરસભા નાં કાર્યક્રમ ને આખરી ઓપ આપવા કલેકટર કચેરી ખાતે તૈયારીઓ ચાલી રહી છે આજે મુખ્યસચિવ પંકજકુમાર ની ઉપસ્થિતિમાં યોજાયેલ સમીક્ષા બેઠક દરમ્યાંન કલેકટર કચેરી પરિસારમાં અઘિકારીઓ નાં વાહનો થી પાર્કીગ ફુલ થઇ ગયૂું હતુ અને વાહન મુકવાની જગ્યા પણ ન હતી. ત્યારે વાહનો ને પાર્કિગ માટે ભારે હાલાકી જાેવા મળી રહી હતી.