મેધા પાટકર કેવાયસીના માનહાનિ કેસમાં દોષી   : બે વર્ષની જેલ અને દંડ અથવા બંને થઈ શકે છે


નવી દિલ્હી:દિલ્હીની એક કોર્ટે સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આ ર્નિણય દ્ભફૈંઝ્રના તત્કાલીન ચેરમેન વીકે સક્સેના (હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને ફોજદારી માનહાનિ માટે દોષિત ઠેરવ્યા હતા. સંબંધિત કાયદા હેઠળ, મેધા પાટકરને બે વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે, વાસ્તવમાં મેધા પાટકર અને એલજી સક્સેના વચ્ચે ૨૦૦૦ થી કાનૂની લડાઈ ચાલી રહી છે. ત્યારબાદ મેધા પાટકરે વીકે સક્સેના અને નર્મદા બચાવો આંદોલન વિરુદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, તે સમયે સક્સેના અમદાવાદ સ્થિત દ્ગય્ર્ં નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના વડા હતા. વીકે સક્સેનાએ એક ટીવી ચેનલ પર તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા અને બદનક્ષીભર્યા પ્રેસ નિવેદનો આપવા બદલ તેમની વિરુદ્ધ બે કેસ પણ દાખલ કર્યા હતા, તમને જણાવી દઈએ કે, મેધા પાટકર એક ભારતીય સામાજિક કાર્યકર અને સમાજ સુધારક છે. તેઓ ભારતીય રાજકારણી પણ છે. મેધા પાટકરને નર્મદા બચાવો આંદોલનના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્મદા નદી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત થઈને અરબી સમુદ્રમાં પહોંચે છે. તત્કાલીન સરકારે આ નદી પર ઘણા નાના ડેમ બનાવવાની મંજૂરી આપી હતી. જેના કારણે હજારો આદિવાસી લોકોને નુકસાન થયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution