અમદાવાદ-
રાજ્યમાં સતત આત્મહત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અદાણી શાંતિગ્રામ આવેલા લીલી એપાર્ટમેન્ટમાં ડોક્ટરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. એમડી ડોક્ટર મનીષાબેન જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવત હતા. જાેકે ધટના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. મહિલા ડોક્ટરે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેના પાછળના કારણને લઇને પોલીસ તપાસ દૌર શરૂ કરી દીધો છે.