જમ્મુ-કાશ્મીરમાં માતા ભવાનીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં માતા ભવાનીના પ્રાગટ્ય દિવસની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરના આતંકવાદી હુમલાઓ છતાં, મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ કોઈપણ ભય અને આશંકા વિના આજે શુક્રવારે માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે. જેના પર કાશ્મીરી મુસ્લિમોએ કહ્યું કે, “માતા ભવાનીના મેળામાં આટલી સંખ્યામાં કાશ્મીરી પંડિતોનું આવવું એ એક ખુશીની વાત છે. કાશ્મીરી પંડિતો પોતાના ઘરે પરત ફર્યા છે. ખુલ્લા દિલથી તેમનું સ્વાગત છે.“

માતા ભવાનીના પ્રાગટ્ય દિવસની પૂજામાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી કાશ્મીરી પંડિતો એકઠા થયા હતા. મંદિરમાં નૃત્ય-ગાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમોએ કાશ્મીરી પંડિતોનું દિલથી સ્વાગત કર્યું હતું.કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકવાદી હુમલો થયો હોવા છતાં, આ વખતે પણ આતંકવાદી હુમલાના ભય કરતાં આસ્થા ભારે પડી છે. ૧૯૯૦માં કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ દરમિયાન પણ મેળો ક્યારેય બંધ થયો ન હતો. કાશ્મીરી પંડિતો માટે આ મેળો તેમના કાશ્મીર સાથેના જાેડાણનું સૌથી મોટું કારણ પણ રહ્યું છે.દર વર્ષની જેમ, શ્રીનગરથી ૨૮ કિલોમીટર દૂર ગાંદેરબલ જિલ્લાના થુલમુલ વિસ્તારમાં માતા ભવાનીના પ્રાગટ્ય દિવસ પર એક વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. કાશ્મીરી પંડિતોએ માતા ભવાનીને પોતાના કુળનાં દેવી માને છે. જેથી આજે દેશના ખૂણેખૂણેથી કાશ્મીરી પંડિતો અહીં આવે છે અને માતાના જળ સ્વરૂપની પૂજા કરે છે.માન્યતા મુજબ, અહીંયા હનુમાનજી માતાને પાણીના સ્વરૂપમાં પોતાના કમંડળમાં લઈને આવ્યા હતા. કહેવાય છે કે, જે દિવસે આ જળ કુંડની ખબર પડી તે દિવસ જેઠઅષ્ટમીનો દિવસ હતો. તેથી જ દર વર્ષે આ દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે દૂધ અને સાકરમાં રાંધેલા ચોખા અર્પણ કરવાની સાથે પૂજા અને હવન પણ કરવામાં આવે છે.અહીંના ભક્તોનું માનવું છે કે, આ જળકુંડમાં આજે પણ માતા દેવીનો વાસ છે. એવું કહેવાય છે કે, આ પાણીનું જળ કુંડ સમય અને પરિસ્થિતિ સાથે રંગ બદલતું રહે છે. આ ભક્તોને સારા અને ખરાબ સમયને યાદ કરવામાં મદદ કરે છે. જેના કારણે આ જળ કુંડ લાખો લોકોની આસ્થા અને આદરનું કેન્દ્ર બની ગયું છે.આજે દેશના વિવિધ રાજ્યોમાંથી કાશ્મીરી પંડિતો અહીં પહોંચે છે અને માતાના આશીર્વાદ મેળવો છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીં પૂજામાં વપરાતી તમામ સામગ્રી મુસ્લિમ સમુદાયના લોકો જ વેચે છે. અર્પણ તરીકે ચઢાવવામાં આવતું દૂધ પણ મુસ્લિમોના હાથથી સ્પર્શ થયેલું હોવું જરૂરી છે. આથી કાશ્મીરી મુસ્લિમો પણ આ મંદિરમાં એ જ શ્રદ્ધા સાથે આવે છે જે રીતે કાશ્મીરી પંડિતો આવે છે.મહત્ત્વપૂર્ણ છે કે, આ મંદિર ૧૯૧૨માં રાજા હરિ સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પાણીના જળ કુંડ વિશે કહેવાય છે કે પાણીનો રંગ લાલ, પીળો કે કાળો હોવો કોઈ મોટી સમસ્યાનો સંકેત છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution