શાંડોંગ-
ચીનના શાંડોંગ પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો કે 1.5 કિલોમીટર દૂર સુધી તેના ધુમાડા દેખાયા. કહેવાય છે કે એવા બે ધડાકા અહીં થયા જેમાંથી એક પોર્ટ વિસ્તારમાં અને એક શહેરની અંદર થયો છે.
ચીનના શાંડોંગ પ્રાંતમાં બેરૂત જેવો ભીષણ ધડાકો થયો છે. ચીની મીડિયાના રિપોર્ટના મતે આ ધડાકો પૂર્વ ચીનના શાંડોંગ પ્રાંતમાં એક બજારની નજીક થયો છે. આ ધડાકો થતાં ચારેયબજુ અફડાતફડીનો માહોલ સર્જાઇ ગયો હતો. ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ ઘટનામં બે લોકોના મોત અને અસંખ્ય લોકોને ઇજા થઇ છે. વિસ્ફોટ બાદ ધુમાડાનો વિશાળ ગુબ્બારો દેખાયો. વિસ્ફોટથી કેટલાંય ઘરોની છત ઉડી ગઇ અને ઘરના કાચ તૂટી ગયા.
ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામ ચાલુ છે. હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત લોકોને દાખલ કરાયા છે. પ્રારંભિક તપાસમાં ખબર પડી કે ખેડૂતોનો સમાન રાખવાની જગ્યા પર ધડાકો થયો હતો. કહેવાય છે કે લાકડા કાપવા દરમ્યાન વીજળીના તારોને નુકસાન પહોંચ્યં અને આગ લાગી ગઇ. ત્યારબાદ આ ધડાકો થયો.
આની પહેલાં લેબનાનની રાજધાની બેરૂતમાં ભીષણ ધડાકો થયો હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 178 લોકોના મોત થયા હતા. બેરૂત પોર્ટ પર વેર હાઉસની અંદર 6 વર્ષથી 2750 ટન એમોનિયમ નાઇટ્રેટ રખાયો હતો. આ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ ખાતર બનાવામાં કરાતો હતો. આ ભીષણ ધડાકા બાદ આખા બેરૂત શહેરમાં બર્બાદીની સ્થિતિ જોવા મળી.