વડોદરામાં સામૂહિક આત્મહત્યા: 6 સભ્યોએ પીધી ઝેરી દવા, 3 નાં મોત નિપજ્યા

વડોદરા-

વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં ઘટના ઘટા હતી. મળતી માહિતી મુજબ એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનું પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા આસપાસના લોકોને હમચમચાવી દીધા છે.

આપને જણાવી દઈએ કે, વડોદરાના સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના 6 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 1 બાળકી અને 2 પુરૂષના મોત થયા છે. જ્યારે 1 પુરુષ અને 2 મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution