ઉતાર-ચઢાવ પછી બજાર લાલ નિશાનમાં બંધ થયું; પાંચ દિવસમાં રોકાણકારોને ૧૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન

મુંબઇ: શેરબજારમાં છેલ્લા પાંચ દિવસના ઘટાડા દરમિયાન રોકાણકારોને લગભગ ૧૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં ૪,૧૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યા બાદ બજારમાં આ ઘટાડો આવ્યો છે. બીજી તરફ, ચીન તરફથી સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાતે ભારતીય બજાર માટે આગમાં બળતણ ઉમેર્યું છે.

 સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ૩૦ શેરનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૦૮.૬૫ (૦.૯૮%) પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૬૮૮.૪૫ પર બંધ થયો હતો. બીજી તરફ, ૫૦ શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૨૩૫.૫૦ (૦.૯૩%) પોઈન્ટ ઘટીને ૨૫,૦૧૪.૬૦ પર બંધ થયો હતો.

આ પહેલા ગુરુવારે સેન્સેક્સમાં ૧,૭૬૯ પોઈન્ટ્‌સનો ઘટાડો થયો હતો, નિફ્ટી પણ નબળો પડીને ૨૫,૦૦૦ના મહત્વના સ્તરે પહોંચી ગયો હતો. ૨૭ સપ્ટેમ્બરથી છેલ્લા ૫ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૪,૧૪૮ પોઈન્ટ તૂટ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મ્જીઈ પર સૂચિબદ્ધ શેરોની સંયુક્ત બજાર મૂડી રૂ. ૧૫.૯ લાખ કરોડ ઘટીને રૂ. ૪૬૧.૨૬ લાખ કરોડ થઈ હતી. મંદીમાંથી બહાર આવવા માટે ચીને ઉત્તેજક પગલાંની જાહેરાત કર્યા પછી, વૈશ્વિક રોકાણકારો ભારતમાંથી નાણાં પાછી ખેંચી રહ્યા છે અને તેને ચીન તરફ વાળે છે. તેની નકારાત્મક અસર સેન્સેક્સ અને નિફ્ટી પર જાેવા મળી રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution