નવીદિલ્હી:નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમના પ્રધાનોના પોર્ટફોલિયોની વહેંચણી કરી. તેમણે અમિત શાહ, રાજનાથ સિંહ, એસ જયશંકર અને અશ્વિની વૈષ્ણવ સહિત ઘણા મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ફરી એકવાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેમને ફરીથી કેન્દ્રીય ગૃહમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમણે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે
કિરેન રિજિજુ સંસદીય બાબતોના પ્રધાન છે, સંજય સેઠ સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન છે અને એલ. મુરુગને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પ્રવાસન મંત્રાલયના રાજ્ય મંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે ડૉ. જિતેન્દ્ર સિંહે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રાજીવ રંજન (લલન) સિંહે પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે સવારે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.ગિરિરાજ સિંહે કાપડ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. તેમજ પવિત્રા માર્ગેરીટાએ ટેક્સટાઈલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે ઉર્જા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.