મનીષા કોઈરાલા : દાદા પીએમ રહી ચૂક્યા છે, પિતા મંત્રી, રાજકીય પરિવારમાંથી આવે છે 

આજે આપણે એક એવી બોલિવુડ સ્ટાર વિશે વાત કરીશું, જેમણે ભયંકર રોગને પણ માત આપી છે અને સ્વસ્થ થયા બાદ તેના પર પુસ્તક પણ લખી ચુકી છે. આજે પણ તેની એક્ટિંગને અન્ય કોઈ સ્ટાર પહોંચી શકે નહિ, તો આજે આપણે મનીષા કોઈરાલાના પરિવારના સભ્યો વિશે જાણીશું

મનીષા કોઈરાલાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ રોજ થયો છે. જે એક નેપાળી અભિનેત્રી છે જે બોલિવુડની ફિલ્મોમાં કામ કરે છે,તેમણે ત્રણ ફિલ્મફેર પુરસ્કારો અને એક ફિલ્મફેર પુરસ્કાર સાઉથ સહિત અનેક એવોર્ડ મેળવ્યા છે.મનીષા કોઈરાલાના માતા-પિતાનું નામ પ્રકાશ કોઈરાલા અને સુષ્મા કોઈરાલા છે. આ દંપતીને બે બાળકો છે. સિદ્ધાર્થ કોઈરાલા અને મનીષા કોઈરાલાએ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન થોડા જ મહિના ચાલ્યા હતા.તે પ્રકાશ કોઈરાલાની પુત્રી અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલાની પૌત્રી છે. મનીષા વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેત્રી પણ કેન્સરનો શિકાર બની છે. કેન્સર જેવી ખતરનાક બિમારી સામે લડતી વખતે તેમણે ક્યારેય હાર ન માની અને આ રોગને પણ હરાવ્યો.મનીષા કોઈરાલા કેન્સરને હરાવીને ફરી એકવાર ફિલ્મોમાં સક્રિય થઈ છે.નેપાળના પરિવારમાંથી આવતી મનીષા કોઈરાલાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે.મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેમનું બાળપણ ખૂબ જ સામાન્ય વાતાવરણમાં વીત્યું હતું. મનીષાના દાદાએ તેના પિતાને નેપાળના રાજકીય આંદોલનમાં ઉતાર્યા હતા અને મનીષાને બનારસમાં દાદી પાસે મોકલી હતી. તેની દાદી ભરતનાટ્યમની મણિપુરી ડાન્સર હતી. જ્યારે તેની માતા કથક ડાન્સર છે,શાસ્ત્રીય ગીત-સંગીત સાથે શાનદાર માહૌલ જાેવા મળ્યો હતો અને ૩ વર્ષની ઉંમરથી જ તેમણે અલગ અલગ નૃત્યો શીખવાના શરુ કર્યા હતા. મનીષાએ જણાવ્યું કે, શાસ્ત્રીય સંગીત,નૃત્ય, પુસ્તક, સાહિત્ય, દર્શનશાસ્ત્ર આ તમામ તેના ઉછેરનો એક ભાગ હતો. મનીષા છે નેપાળની પરંતુ તેનું બાળપણ ઉત્તરપ્રદેશમાં વીત્વ્યું છે. તેના પિતા પ્રકાશ કોઈરાલા નેપાળ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને પૂર્વ પર્યાવરણ મંત્રી પણ રહી ચુક્યા છે. જ્યારે દાદા બીપી ઉર્ફે બિશ્વેશર પ્રસાદ કોઈરાલા ૧૯૫૦ અને ૬૦ના દાયકામાં નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે. બીપી કોઈરાલાના પરિવારનો બનારસ સાથે ખાસ સંબંધ હતો.મનીષા કોઈરાલા ૯૦ના દાયકાની હિટ અભિનેત્રી હતી. તેમણે ૨૦૧૦માં નેપાળના ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના આ લવ મેરેજ હતા. આ લગ્નમાં બોલિવુડથી લઈ અનેક સ્ટાર પહોંચ્યા હતા. પરંતુ લગ્નના ૨ વર્ષ બાદ ૨૦૧૨માં બંન્ને છુટાછેડા લઈ લીધા હતા.તમને જણાવી દઈએ કે, મનીષાને ૨૦૧૨માં કેન્સર થયું હતુ. જેની સર્જરી ન્યુયોર્કમાં કરાવી હતી. અનેક સર્જરી અને કીમોથેરેપી બાદ આ તમામમાંથી બહાર આવી હતી. ત્યારબાદ તેમણે કેન્સર સાથે જાેડાયેલા અનુભવ પર એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે હીલ્ડ, મનીષા કોઈરાલાએ ‘હીરામંડી’માં મલ્લિકાજનની ભૂમિકા ભજવી છે. લોકોએ તેની એક્ટિંગને ખૂબ પસંદ કરી છે. વેબ સિરીઝને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મનીષાએ આ સિરીઝમાં મલ્લિકાજનની ભૂમિકા ભજવી હશે. પરંતુ તેના વાસ્તવિક જીવનમાં તે માતા બની શકી નથી. તેનું દુખ પણ અભિનેત્રી વ્યક્ત કરી ચુકી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution