28, એપ્રીલ 2025
અમદાવાદ |
કેરીના ભાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો
ગુજરાતમાં આ વર્ષે કેરીની આવક પ્રમાણમાં ઓછી હોવાનું અને ભાવ ગતવર્ષ કરતા વધુ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. દર વર્ષે ઉનાળામાં લોકો કેરીની રાહ જાેઈને બેઠા હોય છે. સિઝનમાં આવતી કેરીનો સ્વાદ પણ અલગ જ હોય છે. જાેકે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં વધારો જાેવા મળ્યો છે.
આ વર્ષે કેરીના ભાવમાં ૧૦ થી ૨૦ ટકા સુધીનો ઉછાળો
કેરીના રસિકો માટે માઠા સમાચાર કહી શકાય કારણ કે કેરીના ભાવમાં આ વર્ષે ૧૦થી ૨૦ ટકાનો ઉછાળો જાેવા મળ્યો છે. બીજી તરફ વેપારીઓ પણ એવો દાવો કરી રહ્યા છેકે, ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવક ઘટી ગઈ છે. વધતા જતા કેરીના આ ભાવને કારણે ગરીબ વર્ગ તેમજ મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માર્કેટમાં કેરીના ભાવની જાે વાત કરીએ તો બોક્સનો ભાવ રૂા. ૮૦૦થી ૧૨૦૦ની વચ્ચે ચાલી રહ્યો છે. માર્કેટમાં હાલ કેસર કેરીની સાથે અન્ય રાજ્યની કેરીનું પણ વેચાણ થઈ રહ્યું છે.
રત્નાગીરી હાફુસનો ભાવ ડઝનના રૂા. ૩૦૦થી ૫૦૦
આ વખતે હવે ગત વર્ષ કરતાં કેરીઓની આવક ઓછી જાેવા મળી રહી છે. તલાલા કેસર કેરીનો ભાવ એક બોક્સ પર રૂા. ૮૦૦થી ૧૨૦૦ જેટલો છે. જ્યારે બીજી તરફ રત્નાગીરી હાફુસનો ભાવ રૂા. ૩૦૦ થી ૫૦૦ એક ડઝન જાેવા મળી રહ્યો છે. ગરમીઓમાં કેરી સૌનું મનગમતું ફળ છે. જાેકે કેરીના વધતા ભાવ મધ્યમ વર્ગ માટે હવે ભારે પડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, આ વર્ષે પણ દર વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં વધારો જાેવા મળ્યો છે. કેસર કેરીનો ભાવ દસ કિલોએ રૂા. ૮૦૦ થી ૧૨૦૦ છે. બીજી તરફ તોતા કેરીનો ભાવ રૂા. ૬૦ કિલો, સુંદરીનો ભાવ રૂા. ૮૦ રૂપિયા કિલો અને બદામ કેરીનો ભાવ રૂા. ૮૦ કિલો જાેવા મળી રહ્યો છે.