મુંબઇ
મંદિરા બેદી અને તેના પતિ રાજ કૌશલે તેમના ઘરે આવેલા નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. રાજ અને મંદિરાએ 4 વર્ષની દીકરી દત્તક લીધી છે. મંદિરાએ તારા સાથે પરિવારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. બંનેને એક 9 વર્ષનો દીકરો વીર પણ છે. દીકરીનું નામ તારા બેદી કૌશલ રાખ્યું છે. મંદિરાએ પોસ્ટમાં લખ્યું, ‘તે અમારી પાસે આશીર્વાદની જેમ આવી. અમારી નાનકડી દીકરી તારા. 4 વર્ષ અને અન્ય થોડી ઉંમર. તેની આંખો સ્ટારની જેમ ચમકે છે, વીરની બહેન. ઘરમાં તારું સ્વાગત છે. અમે આભારી છીએ. તારા બેદી કૌશલ. 28 જુલાઈ, 2020ના રોજ અમારા પરિવારનો ભાગ બની.’
મંદિરાના પતિ રાજે પણ એક પોસ્ટ શેર કરીને લખ્યું, ‘દશેરાના શુભ અવસરે અમે તમને પરિવારના ના મેમ્બરને ઇન્ટ્રોડ્યુસ કરાવવા માગીએ છીએ. તારા બેદી કૌશલ. અમારો પરિવાર પૂરો થયો. અમે બે, અમારા બે. મંદિરાએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં ઈચ્છા જાહેર કરી હતી કે, વીર માટે એક બહેન ઈચ્છીએ છીએ. મારો દીકરો 8 વર્ષ છે અને એક દીકરી દત્તક લેવા માગીએ છીએ જે અઢીથી ચાર વર્ષની હોય. અમે તેનું નામ પણ વિચારી લીધું છે તેને તારા કહીશું.’