કેવડિયા ટેન્ટ સીટી ૨ના સંચાલકોને આજે ફરીથી રૂબરૂ હાજર થવા ફરમાન

રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-૨ ને ગરુડેશ્વર મામલતદારે અન અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો હતો.વધુમાં ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી એ માટે જરૂરી આધાર પૂરાવા સહિત સ્પષ્ટતા કરવા ૦૭/૦૬/૨૦૨૧ ના રોજ ૧૧-૦૦ કલાકે ગરૂડેશ્વર મામલતદાર સમક્ષ હાજર થવાનું ફરમાન કરાયું હતું.

કેવડીયામાં અમદાવાદની મે. પ્રવેગ કોમ્યુનીકેશન લી. દ્વારા ટેન્ટસીટી-૨ માં ગેરકાયદેસર બાંધકામ અંગે ગરૂડેશ્વર મામલતદારની કારણદર્શક નોટીસથી જરૂરી આધાર-પુરાવા રજુ કરવા જણાવેલ હોવા છતાં કોઈ દસ્તાવેજી આધાર-પૂરાવા રજુ કરવાના બદલે તા.૦૩/૦૬/૨૦૨૧ નાં પત્રથી આધાર-પુરાવા વગરની અસંબધ્ધ વિગતો રજુ કરેલ હોવાથી મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી.નો જવાબ ગરુડેશ્વર મામલતદારે અસ્વીકાર્ય રાખ્યો છે.જાે પ્રવેગ કોમ્યુનીકેશન્સ લીમીટેડ નિયત મુદતે હાજર ન રહી યોગ્ય ખુલાસો રજુ ન થયેથી કે યોગ્ય પુરાવા રજુ ન થયેથી કારણદર્શક નોટીસમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરવામાં આવશે એમ ગરૂડેશ્વર મામલતદારે જણાવ્યું હતું. તા.૨ જી જૂન, ૨૦૨૧ ની કારણદર્શક નોટીસમાં જણાવેલ તારીખ અને સમયે ટીસીજીએલ સાથે થયેલ તમામ પત્ર વ્યવહારની નકલો, ટેન્ટસીટી-૨ બાંધકામ માટે મંજૂર કરાયેલ નકશા તથા આધાર-પુરાવાની નકલો તથા મુદ્દાસર લેખીત જવાબ સાથે રૂબરૂ હાજર રહેવાની સૂચના સાથે તાકીદ કરવામાં આવી છે. મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લી. દ્વારા ટેન્ટસીટી-૨ નાં નિર્માણ માટે મોજે.લીમડી તા.ગરૂડેશ્વર નાં સર્વે નં.૬૪ ની હે.૫-૭૬-૨૮ આરેચોમી (નર્મદા યોજના) અને સર્વે નં.૬૦ ની હે.૨-૮૯-૨૩ ચોમી સરકારી ખરાબાની જમીન મળી કુલ હે.૭-૫૬-૫૧ ચોમી જમીનનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતાં ૦૨/૦૬/૨૦૨૧ ની નોટીસથી અનધિકૃત દબાણ દૂર કરવા તથા આ બાબતે તા.૦૭/૦૬/૨૦૨૧ નાં રોજ ગરૂડેશ્વર મામલતદા સમક્ષ રૂબરૂ હાજર થવાનું ફરમાન કરાયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution