મન ક્યું બહકા રી બહકા આધી રાત કો?

આજકાલ વરસાદનાં ભીના ભીના દિવસો ચાલી રહ્યા છે, અને સલૂનનું પ્લેલિસ્ટ મળી જાય તો!! આહ!! પછી બીજું શું કહેવું? એટલું તો સ્વીકારવું પડશે કે મેઘરાજાની એન્ટ્રી પછી શરીરની બે ઇન્દ્રિયો એટલે કે આંખ અને કાન માટે બોલિવૂડના એ એવરગ્રીન ગીતો, સોનામાં સુગંધ બનાલે. આંખો માટે ગીત છે - ‘ટીપ-ટીપ બરસા પાની’ અને કાન માટે - ‘બરસાત કે મૌસમ મેં, તનહાઈ કે આલમ મેં’. અને એક ગીત છે ‘મિટ્ટી દી ખુશ્બૂ’, જે ત્રીજી ઇન્દ્રિય એટલે કે સુગંધની વાત કરે છે. એ ખાસ મીઠી સુગંધ, જે પહેલા વરસાદમાં આવે છે. ટોપિક પર આવીએ - કેમ પહેલા વરસાદની સુગંધ આવે છે? અને આ સુગંધથી કોણ પરિચિત નથી?

અલબત્ત, પહેલા આપણે થોડું જાણી લઈએ કે આપણે એટલે કે શરીર, આપનો આત્મા કોઈ વસ્તુની ગંધ કેવી રીતે ઓળખી લે છે? એવી કે પ્રક્રિયા છે જેમાં તમે કોઈ વસ્તુની સુગંધ લો છો ત્યારે તે વસ્તુના નાના અણુઓ હવાની સાથે નાકની અંદર જાય છે. વાસ્તવમાં આ કેટલાક ખાસ રસાયણો છે, જે ચોક્કસ પ્રકારના નર્વને ઉત્તેજિત કરે છે. જયારે તમને ગુલાબની સુગંધ આવે છે, ત્યારે ગુલાબની સુગંધના અણુઓ આ નર્વને ઉત્તેજિત કરે છે. આ જ્ઞાનતંતુઓ આપણા મગજને મેસેજ આપે છે કે - ભાઈ, તેમાં ગુલાબની સુગંધ આવે છે.

આપણા નાકમાં આવા લાખો જ્ઞાનતંતુઓ છે. જે મળીને ૫૦૦ પ્રકારની ગંધ રીસેપ્ટર્સ બનાવે છે. એટલે ગંધ સંવેદનાનો ભાગ છે. તેની મદદથી આપણે વિવિધ સુગંધનો આનંદ માણી શકીએ છીએ. અલબત્ત, ગુલાબની સુગંધ ગમે છે, જયારે બે દિવસ જૂનાં મોજાંની ગંધ આપણને સૂગ ચડાવે છે! અલબત્ત, ગંધ આપણને ખાસ પ્રકારના રાસાયણિક અણુઓમાંથી આવે છે. પછી તે સારી કે ખરાબ એ આપણું મગજ નક્કી કરે છે. હવે તમે કહેશો કે - પૃથ્વી પર એક જ એવું તત્ત્વ છે જે ગંધરહિત છે એને એ છે - પાણી. તો પહેલા વરસાદની સુગંધ ક્યાંથી આવે છે? હવે આવશે મજા.

આ ગંધનું એક વિશેષ નામ પણ છે - 'પેટ્રીકોર'.

એવું નથી કે આ ખાસ ગંધ વિશે પહેલા કોઈ જાણતું ન હતું, પણ કદાચ લોકો પકોડા ખાવામાં વ્યસ્ત થઈ ગયા હશે. એટલે જ છેક વર્ષ ૧૯૬૪માં આ ગંધ વિશે કેટલીક ઔપચારિક માહિતી સામે આવી હતી. હકીકતમાં ૭ માર્ચ, ૧૯૬૪ના રોજ બે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ આ ગંધ વિશે એક પેપર પ્રકાશિત કર્યું હતું. આ બે વૈજ્ઞાનિકો હતા - ઇસાબેલ જાેય બેર અને રિચાર્ડ થોમસ. તેમણે જ પ્રથમ વરસાદની આ સુગંધને ‘પેટ્રિકોર’ નામ આપ્યું હતું. જે એક પ્રાચીન શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘પથ્થરોનું લોહી’ (મ્ર્ઙ્ર્મઙ્ઘ ર્ક ર્જંહીજ).

આ તો કમાલની વાત છે - શું પથ્થર પાસે હાડ - માંસ, દિલ હતું. પથ્થર કે સનમ તો સાંભળ્યું છે, પણ ‘પથ્થરોનું લોહી’? લાગે છે આ વૈજ્ઞાનિક કવિજીવ હશે. તેથી જ આવું નામ પસંદ કરવામાં આવ્યું છે. આ ‘પથ્થરનું લોહી’ ક્યાંથી આવે છે?

જાે અમેરિકન કેમિકલ સોસાયટીનું માનીએ તો માટીની આ ખાસ ગંધ પાછળ કેટલાક કારણો છે.

પ્રથમ છે ઓઝોન. ઓઝોન (ર્ં૩) એ ઓક્સિજનની ત્રિમૂર્તિ છે. મતલબ કે, ત્રણ ઓક્સિજન અણુઓથી બનેલો પરમાણુ છે. એવું કહેવાય છે કે જ્યારે વીજળીનો કડાકો થાય છે, ત્યારે હવામાં મોજુદ (ર્ં૨) અને નાઇટ્રોજન અણુ તૂટી જાય છે. પછી બંને આપસમાં મળીને બનાવે છે નવી બે વસ્તુઓ - નાઈટ્રિક ઓક્સાઇડ (ર્દ્ગં) અને ઓઝોન (ર્ં૩). હવે આમાંના કેટલાક ઓઝોન પરમાણુઓ વરસાદ સાથે નીચે આવે છે, આની પણ એક ગંધ હોય છે. તે વરસાદ સાથે નીચે આવે છે, ત્યારે ગંધ ફેલાવે છે.

બીજાે એક જીઓસ્મિન (ય્ર્ીજદ્બૈહ) છે. આ એક પ્રકારનું કેમિકલ છે, જે જમીનમાંથી ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાને દૂર કરે છે. આ બેક્ટેરિયાને 'એક્ટિનોમીસેટ્‌સ' કહેવામાં આવે છે. આપણે તેમના જટિલ નામોમાં નથી પડવું. તેનું કામ સમજીએ. જ્યારે આ બેક્ટેરિયા મૃત્યુ પામે છે, ત્યારે તેઓ જમીનમાં જીઓસ્મિન નામનું રસાયણ છોડી દે છે. તે એક પ્રકારનું આલ્કોહોલ પરમાણુ છે, જે ખૂબ જ તીવ્ર ગંધ ધરાવે છે. એવું કહેવાય છે કે આપણું નાક ૧ લાખ કરોડમાં જીઓસ્મિનના ૫ ભાગ પણ સુંધી લે છે. અને આ બેક્ટેરિયા વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ જાેવા મળે છે (વાસ્તવિક ગ્લોબલ વિલેજ કન્સેપ્ટ તેમની છે). અને વરસાદની ખાસ સુગંધના હિસ્સો બની જાય છે.

તો સવાલ એ થાય કે - વરસાદમાં જ આ દુર્ગંધ શા માટે?

તો આનો જવાબ અમેરિકાના મેસેચ્યુસેટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (સ્ૈં્‌) દ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલા સંશોધનમાં મળ્યો હતો. જેમાં વરસાદના ટીપાં પડે ત્યારે માટીમાંથી કેવી રીતે સુગંધિત રસાયણો નીકળે છે તે સમજવામાં આવ્યું હતું. ડિટ્ટો કોલા બોટલ ખોલવાથી તેમાંથી નીકળતા પરપોટાની જેમ.

હવે ત્રીજા ભાગ પર આવીએ છીએ, આ આપણા છોડ છે. વાસ્તવમાં, ઉનાળાની ઋતુમાં આપણા છોડ કેટલાક ખાસ રસાયણો પણ છોડે છે. જે માટી અને પથ્થરોમાં જમા થતા રહે છે. આમાંથી બે છે 'સ્ટેરિક એસિડ' અને 'પોલિમરિક એસિડ'. જે લાંબી કાર્બન સાંકળો સાથે ફેટી એસિડ્‌સ બને છે, તેની પોતાની ગંધ પણ છે. માટી અને પથરોમાં જમા થયેલા આ રસાયણો વરસાદમાં બહાર આવે છે.

આ બધા ઉપરાંત વરસાદની એસિડિટીને કારણે જમીનમાં કેટલીક રાસાયણિક પ્રતિક્રિયાઓ પણ થાય છે, જેમાંથી દુર્ગંધ પણ આવી શકે છે, પરંતુ આ આપણા બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતી ગંધ જેટલી મીઠી નથી હોતી. આ પ્રદૂષિત શહેરી વિસ્તારોમાં વધુ જાેવા મળે છે. મતલબ કે, વરસાદની મીઠી સોડમ પાછળ આ કારણો મુખ્ય માનવામાં આવે છે. જાે કે, અલગ-અલગ જગ્યાએ વૃક્ષો અને છોડની ખાસ ગંધ પણ વરસાદની સોડમમાં ભળતી હોવાથી જેવો પ્રદેશ એવી તેના પહેલાં વરસાદની સોડમ.

ચાલો, વરસાદની સોડમનો એન્ડ આ ગીતથી કરીએ -

મન ક્યું બહકા રી બહકા આધી રાત કો?

બેલા મહકા, હો

બેલા મહકા રી મહકા આધી રાત કો...

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution