જેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો

રાજકોટ-

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ગેબનશા પીર પાસેથી રૂરલ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે હેરોઇન સાથે એક શખ્સને ઝડપી લઇ રૂ.૩.૦૮ લાખનું હેરોઇન અને બાઇક મળી રૂ.૩.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઇ. વાય.બી. રાણા સહિતનો સ્ટાફ કેરિયર સુધી પહોંચવા ધમધમાટ આદર્યો છે.

મળતી માહિતી મુજબ ડ્રગ્સ માફિયા માટે કચ્છ અને પોરબંદર દરિયો લેન્ડીંગ માટે સ્વર્ગ સમાન છે.ત્યારે ગુજરાતના યુવાઘનને નશીલા પદાર્થના રવાડે ચડાવી બદબાદ કરવાની મેલી મુરાદને પર્દાફાશ કરવા રાજયના નિયુકત પોલીસ વડા આશિષ ભાટીયાએ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને ડ્રગ્સ માફીયાઓની ચેનલને તોડી પાડવા અને કેરિયલ સુધી પહોંચવા આપેલી સુચનાને પગલે રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. ના પી.આઇ.એ. આર. ગોહિલ સહિતનો સ્ટાફે પટ્રોલીંગ હાથ ધર્યુ છે. 

પેટ્રોલીંગ દરમિયાન જેતપુર લાદી રોડ પર બંગલા માફેટ પાસે રહેતો મરેબુલ ઉર્ફે બેબલો હારૂન પરમાર નામનો ૩૪-વાષિય યુવાન હેરોઇન સાથે નિકળવાનો હોાવની પી.એસ.આઇ. એસ.પી. રિગરોજીયાને મળેલી બાતમીના આધારે સ્ટાફ ગળેનશા દરબાર પાસે વોંચ ગોઠવી હતી ત્યારે બાઇક પર શંકાસ્પદ હાલતમાં નિકળેલા મહેબુલ ઉર્ફે મેળલો પરમાર નામના શખ્સને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂ.૩.૦૮ લાખની કિંમતનો ૩.૦૮ મિલીગ્રામ હેરોઇન મળી આવતા હેરોઇન અને બાઇક મળી રૂ.૩.૨૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution