પોરબંદર-
રાજ્યમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા એમ 6 જિલ્લામાંથી હદપાર કરેલા માધવપુરના શખ્સને હદપારી હુકમનો ભંગ કરવા બદલ એસઓજી પોરબંદર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ નીરિક્ષક મનીન્દર પ્રતાપસીંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના અધીક્ષક ડૉ. રવી મોહન સૈની દ્વારા અવાર નવાર હદપારી કરેલ શખ્સોને ચેક કરવા અંગે સુચના આપવામાં આવે છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ એસઓજી પોરબંદર દ્વારા એસઓજી સ્ટાફને હદપાર થયેલા આરોપીને ચેક કરવા અલગ-અલગ ટીમો પાડી કામગીરી સોંપવામાં આવેલી છે. તે પૈકી એ.એસ.આઇ. એમ.એમ.ઓડેદરા તથા પોલીસ કોન્સ.વિપુલભાઇ બોરીયા માધવપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં, તે દરમિયાન બાતમીને આધારે હદપારી કરનારો ગીરીશ કરશન રાણાવાયાને ઝડપી પાડ્ય હતો.
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા એમ 6 જિલ્લાની હદમાંથી ત્રણ માસ માટે હદપાર કરેલ હોય અને હુકમ બજવણી થયેલ હોય અને ત્રણ માસની મુદત પુરી થયા પહેલા હદપારી હુકમનો ભંગ કરી પોરબંદર જિલ્લામાં પ્રવેશ કરી તેના રહેણાંક મકાન પાસેથી મળી આવતા માધવપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધ હદપારી ભંગનો ગુનો દાખલ કરાવવામાં આવેલા છે.