તિરુચિરાપલ્લી એરપોર્ટ પર જ્યુસ મિક્સરમાં બે કરોડનું સોનુ છુપાવીને લાવનાર શખ્સની ધરપકડ

તિરુચિરાપલ્લી: તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાના સોનાની દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (છૈંેં)ના અધિકારીઓએ ૨.૫૭૯ કિલો શુદ્ધ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું હતું. બજારમાં આ સોનાની કિંમત લગભગ ૨ કરોડ રૂપિયા (૧.૮૩ કરોડ) હોવાનું કહેવાય છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સોનું દુબઈથી તમિલનાડુ લાવવામાં આવી રહ્યું હતું અને તેને જ્યુસ મિક્સરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓએ પેસેન્જરની તપાસ કરીને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું હતું તેમજ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આ મામલે કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે દુબઈથી તમિલનાડુ આવી રહેલા યુવકની એરપોર્ટ પર તલાશી લેવામાં આવી ત્યારે સુરક્ષા દળોને શંકા ગઈ. જ્યારે એરપોર્ટના ઈન્ટેલિજન્સ યુનિટે યુવકના સામાનની અલગથી તપાસ કરી તો તેની બેગમાં જ્યુસર મશીન મળી આવ્યું. આ જ્યુસર મશીનમાં જ અઢી કિલોથી વધુનું ગેરકાયદે સોનું સંતાડવામાં આવ્યું હતું. છૈંેંના અધિકારીઓએ સોનું જપ્ત કર્યું અને આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.મહત્ત્વપૂર્ણ છે કે, એપ્રિલ મહિનામાં તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક વિચિત્ર મામલો બહાર આવ્યો હતો. તિરુચિરાપલ્લી એરપોર્ટ પર છૈંેં અધિકારીઓએ દુબઈથી આવી રહેલા એક મુસાફર પાસેથી ૭૦.૫૮ લાખ રૂપિયાની કિંમતનું કુલ ૯૭૭ ગ્રામ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution