મલયાલમ ફિલ્મોના નિર્દેશક કે.આર. સચ્ચિદાનંદનું નિધન થયું 

મલયાલમ ફિલ્મોના નિર્દેશક કે.આર. સચ્ચિદાનંદ જેને લોકો સાચીના નામથી ઓળખતા હતા તેમનું ગુરૂવારે હોસ્પિટલમાં નિધન થયું છે. નિર્દેશકને મંગળવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના નિધન પર પૃથ્વીરાજ સુકુમારન ,મોહનલાલ અને મામૂટ્ટી જેવા કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

 કેરલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રખ્યાત નિર્દેશક અને સ્ક્રિપ્ટ રાઇટર આર. સચ્ચિદાનંદનના નિધનથી દુ:ખી થઇ ગઇ છે. સાચીના નામથી મશહૂર નિર્દેશકનું ગુરૂવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. 48 વર્ષીય સાચીને મંગળવારના રોજ કાર્ડિયાક અરેસ્ટનો એટેક આવતા તૃશ્શૂરની મોટી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિર્દેશકના નિધન પર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર પૃથ્વીરાજ સુકુમારે ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરી હતી. સુપરસ્ટાર મામૂટ્ટી અને મોહનલાલે પણ ફેસબુક પર પોસ્ટ કરીને નિર્દેશકને શ્રદ્ધાંજલિ આપી હતી. 

તેમની કારકિર્દીની શરૂઆત 2007માં શરૂ થઇ હતી. જ્યારે તેમણે 'ચોકલેટ' ફિલ્મ માટે સેતુની સાથે મળીને સ્કિપ્ટ લખી હતી. સાચીની પહેલી સોલો સ્કિપ્ટ ફિલ્મ મોહનલાલ સ્ટારર 'રન બેબી રન' માટે લખી હતી. ત્યારબાદ તેઓએ 6 વધુ સ્ક્રિપ્ટો લખી, જેમાં તેમની પહેલી નિર્દેશક ફિલ્મ 'અનારકલી' (2015) પણ સામેલ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution