નવીદિલ્હી: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે. તેમની ભારત મુલાકાતને માલદીવ સાથેના સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી રહી છે. પરંતુ તે પહેલા પણ તેણે છેતરપિંડી કરી છે. હકીકતમાં ભારતની મુલાકાત પહેલા માલદીવના રાષ્ટ્રપતિએ ચીન સાથે મોટી ડીલ કરી છે. માલદીવે ચીન સાથે વ્યાપારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમના આ પગલાથી ભારત અને માલદીવ વચ્ચે તણાવ વધી શકે છે કારણ કે તેમની ભારત મુલાકાતને સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જાેવામાં આવી હતી, જે કદાચ હવે શક્ય નથી. આવો જાણીએ શું છે સમગ્ર મામલો...
માલદીવે પીપલ્સ બેંક ઓફ ચાઈના સાથે ચાલુ ખાતાના વ્યવહારો અને તેમની સંબંધિત કરન્સીમાં સીધા રોકાણ માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. માલદીવે એ પણ કહ્યું કે ચીનની સૌથી મોટી બેંક ૈંઝ્રમ્ઝ્રની શાખા ટૂંક સમયમાં ત્યાં ખુલી શકે છે. માલદીવના ઈકોનોમી મિનિસ્ટર મોહમ્મદ સઈદે કહ્યું કે, માલદીવમાં ચીનની સૌથી મોટી બેંક ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈનાની શાખા ખોલવાનું કામ ચાલી રહ્યું છે.
સઈદે કહ્યું કે આ સંબંધમાં હજુ વાતચીત ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ચીન માલદીવનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને ૭૦૦ મિલિયન યુએસ ડોલરથી વધુનો દ્વિપક્ષીય વેપાર છે. માલદીવના રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે માલદીવના આર્થિક વિકાસ અને વેપાર મંત્રાલય અને પીપલ્સ બેંક ઑફ ચાઇના વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય સ્થાનિક કરન્સીમાં વ્યવહારોના પતાવટને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને સરળ બનાવવામાં મદદ મળશે.
માલદીવની અર્થવ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે. આને સમર્થન આપવા માટે તે ભારત પાસેથી પણ મદદની અપેક્ષા રાખે છે. તાજેતરમાં, જ્યારે ભારતના વિદેશ પ્રધાન માલદીવ ગયા હતા, ત્યારે ત્યાં યુપીઆઇ દાખલ કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, માલદીવ આરબીઆઈના કરન્સી સ્વેપ પ્રોગ્રામ હેઠળ ભારત પાસેથી ૪૦૦ મિલિયન ડોલરની તાત્કાલિક પ્રાપ્તિની અપેક્ષા રાખે છે. ભારતે ૨૦૧૯માં માલદીવને ૮૦૦ મિલિયનની ક્રેડિટ લાઇન આપી હતી, જેના દ્વારા તે વધુ લાંબા ગાળાની લોન માંગી શકે છે. જાે કે માલદીવ તરફથી હાલમાં આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. માલદીવે ઓક્ટોબરમાં ભારતને ૨૫ મિલિયન ડોલર પણ ચૂકવવાના છે. માલદીવનું દેવું તેની જીડીપીના ૧૧૦ ટકા સુધી પહોંચી ગયું છે. આ દેશના ફોરેક્સ રિઝર્વમાં માત્ર ૪૩૭ મિલિયન ડોલર બાકી છે, જેના કારણે માત્ર ૬ અઠવાડિયાની આયાતની વ્યવસ્થા કરી શકાય છે.