મલેશિયા ઇસ્લામિક ચેરિટી હોમમાં જાતીય શોષણનો પર્દાફાશઃ ૧૭૧ની ધરપકડ કરાઈ

મલેશિયા: મલેશિયાની પોલીસે ૨૦ ઇસ્લામિક ચેરિટી હોમમાં બાળકોના જાતીય શોષણનો પર્દાફાશ કર્યો છે. બે રાજ્યોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે ૨૦૧ છોકરીઓ સહિત ૪૦૦થી વધુ બાળકોને બચાવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દરોડા દરમિયાન ટીમે મૌલવીઓ સહિત ૧૭૧ લોકોની ધરપકડ કરી હતી. હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં, પોલીસ સમક્ષ ફરિયાદ મળી હતી કે ચેરિટી હોમમાં બાળકો સાથે દુર્વ્યવહાર, જાતીય સતામણી અને છેડતી જેવી ઘટનાઓ બની રહી છે.

મલેશિયાના ટોચના પોલીસ અધિકારી રઝારુદ્દીન હુસૈને એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે આ તમામ ચેરિટી હોમ્સ ગ્લોબલ ઇખ્વાન સર્વિસિસ એન્ડ બિઝનેસ (જીઆઈએસબી) દ્વારા સંચાલિત હતા.જીઆઇએસબીએ મલેશિયન ફર્મ છે, જે સુપરમાર્કેટ બિઝનેસ સાથે સંકળાયેલી છે. તેની વેબસાઇટ અનુસાર, તે ઇન્ડોનેશિયા, સિંગાપોર, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડ સહિત ઘણા દેશોમાં કાર્યરત છે.જીઆઇએસબીએ જાતીય દુર્વ્યવહારના આરોપો પર તરત જ જવાબ આપ્યો ન હતો પરંતુ, એક નિવેદનમાં,જીઆઇએસબીએ અલગ સોશિયલ મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા હતા. જણાવ્યું હતું કે કંપની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ નથી અને તે આ મુદ્દાને ઉકેલવા માટે પોલીસ અધિકારીઓને સહકાર આપશે.મલેશિયાના અધિકારીઓએ બુધવારે ૪૦૦ થી વધુ બાળકો અને કિશોરોને બચાવ્યા, એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે શોધી કાઢ્યું છે કે પ્રતિબંધિત ધાર્મિક સંપ્રદાય સાથે જાેડાયેલી એક મોટી ઇસ્લામિક વેપારી સંસ્થા દ્વારા આ ચેરિટી હોમ્સમાં જાતીય શોષણ થતું હતું. ફરિયાદ બાદ પોલીસે બુધવારે આ સ્થળોએ દરોડા પાડીને બાળકોને છોડાવ્યા હતા. તમામ બાળકોની ઉંમર ૧ વર્ષથી ૧૭ વર્ષની વચ્ચે છે. રઝારુદ્દીને જણાવ્યું હતું કે પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બચાવી લેવાયેલા બાળકો મલેશિયન જીઆઇએસબી કર્મચારીઓના બાળકો હતા. તેમને જન્મ પછી તરત જ આ બાળગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમને અનેક પ્રકારના શોષણનો શિકાર બનવું પડ્યું હતું. પીડિત બાળકો પર આરોપીઓ દ્વારા ચેરિટી હોમમાં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેમને અન્ય બાળકો પર બળાત્કાર કરવાનું શીખવવામાં આવ્યું હતું. રઝાઉદ્દીને વધુમાં ખુલાસો કર્યો કે જે બાળકોએ વિરોધ કર્યો હતો. તેમના હાથ પર ગરમ ચમચી મુકવામાં આવી હતી અને તેમને ઘણી રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.

જીઆઇએસબી દ્વારા સુરક્ષિત આ ચેરિટી હોમ્સમાં ચાલી રહેલા ઘૃણાસ્પદ કૌભાંડ પાછળ મલેશિયાના અલ-અરકમ ધાર્મિક સંપ્રદાયનું નામ પ્રકાશમાં આવી રહ્યું છે. આ સંગઠન પર મલેશિયાની સરકારે ૧૯૯૪માં પ્રતિબંધ મૂક્યો હતો.જીઆઇએસબીએ સંસ્થા સાથેના સંબંધોને સ્વીકાર્યું છે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution