તમે વિવિધ પ્રકારના ચાટ ખાધા હશે તો હવે ટ્રાય કરો પાલક ચાટ. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે. પાલક ચાટ બનાવવા માટે તમારે પાલકના પાન જોઈશે અને ચણાનો લોટ, ચોખાનો લોટ અને બાફેલા બટેકા જોઈશે.
સામગ્રી:
પાલકના પાન - 8-10,ચણાનો લોટ - 1 કપ,અજમો - 1 ચમચી,મરચું - પા ચમચી,મીઠું - સ્વાદ મુજબ,ચોખાનો લોટ - 2 ચમચા,પાણી - જરૂર મુજબ
બટાકાના મિશ્રણ માટે :
બાફીને સમારેલા બટાકા - 1 નંગ,મરચું - પા ચમચી,ચાટ મસાલો - અડધી ચમચી,મીઠું - સ્વાદ મુજબ,કોથમીર - 1 ચમચો સમારેલી ડુંગળી - 1 નંગ.
ટોપિંગ્સ માટે :
લીલી ચટણી - પા કપ,આમલીની ચટણી - પા કપ,ગળ્યું દહીં - પા કપ,ચાટ મસાલો - ચપટી,મરચું - ચપટી
,સેવ - પા કપ,કોથમીર - ગાર્નિશિંગ માટે
બનાવવાની રીત :
પાલકના પાનને સારી રીતે ધોઇને કોરા કરી લો. એક બાઉલમાં ચણાનો લોટ, અજમો, મરચું, હળદર, મીઠું અને ચોખાનો લોટ ભેળવી ખીરું તૈયાર કરો.એક કડાઇમાં તેલ ગરમ કરો. પાલકના પાનને આ ખીરામાં બોળી ગરમ તેલમાં બ્રાઉન રંગના તળી લો.હવે બીજા બાઉલમાં બાફેલા બટાકાના ટુકડા, મરચું, ચાટ મસાલો, મીઠું, કોથમીર, ડુંગળી મિક્સ કરીને અલગ રાખો.સર્વિંગ પ્લેટમાં પાલકના તળેલા પાન ગોઠવો. તેના પર એક-એક ચમચો બટાકાનું મિશ્રણ પાથરો. પછી તેના પર દહીં, લીલી ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો, મરચું, સેવ અને છેલ્લે કોથમીર ભભરાવી સર્વ કરો.