કેરી ખાવી કોને ન ગમે. લોકો ઉનાળાની રાહ એટલે જ જોતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. પણ મોટાભાગના લોકો કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે કેરીની ગોટલીનો બહુ જ ટેસ્ટી અને મસ્ત મુખવાસ બનાવી શકાય છે અને ગોટલી આપણાં સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. તમે ગોટલીમાંથી ઘરે જ એકદમ સરળતાથી અને ચોખ્ખો મુખવાસ બનાવી શકો છો. ગુજરાતીઓ ખાસ કરીને ગોટલીનો મુખવાસ ઘરે બનાવતા હોય છે. તો ચાલો જાણી લો આ બેસ્ટ રેસિપી.
સામગ્રી:
કેસર કેરી અથવા હાફૂસ કેરીની 8થી 10 ગોટલી
બનાવાની રીત:
સૌથી પહેલાં કેરીની ગોટલીને 5-6 દિવસ સૂકવી લો. પછી તેમાંથી ગોટલી કાઢીને સાફ કરી લો. પછી એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લઈ તેમાં 1 ચમચી મીઠું નાખીને 5 મિનિટ બાફી લો. પછી ગેસ બંધ કરીને ઢાંકીને ઠંડુ થવા દો. પછી પ્લેટમાં કાઢીને તે સૂકાઈ જાય એ માટે 15 મિનિટ રાખી દો. પછી ગોટલીને કાપીને કટકા કરી લેવા. થોડા પાતળા કટકા કરવા. પછી એક કડાઈમાં 1 ચમચી બટર લઈને તેમાં કાપેલી ગોટલી એડ કરી દો. ગેસની ફ્લેમ સ્લો રાખવી અને ગોટલી હલાવતા રહો. ગોટલી ક્રિસ્પી થાય અને તેનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. મુખવાસ બનાવવા માટે તમે કેસર કેરી અથવા હાફૂસ ગમે તે કેરીનો ઉપયોગ કરી શકો છો. ગોટલી શેકવામાં 15 મિનિટ જેવો સમય લાગશે. પછી છેલ્લે તેમાં થોડો મરી પાઉડર, થોડો સંચળ નાખીને મિક્સ કરી લેશું. પછી ગેસ બંધ કરી દેવો. ગોટલી ઠડી થયા બાદ તેને એરટાઈટ ડબ્બામમાં ભરીને 2 મહિના સુધી રાખી શકો છો.