એકના એક બટેટા, સાબુદાણા અને સામાની ખીચડી ખાવી. આજે ટ્રાય કરો થોડું હટકે, જેનો સ્વાદ તમારા જીભે ચોટી જશે. અમે વાત કરી રહ્યા છે ઢોંસાની..
જી હા, તમે ઉપવાસમાં મોરૈયા અને શિંગોડાના લોટના ખૂબ જ ટેસ્ટી ઢોંસા બનાવી શકો છો. મોરૈયાના ઢોંસા ખાવામાં એકદમ યમી હોય છે અને તેને ખાવાથી પેટ પણ ભરાઇ જાય છે. મૌરેયાના ઢોંસા માટેની સામગ્રી:,1 કપ મોરૈયો,અડધો કપ શિંગોડાનો લોટ,2થી 3 ચમચી ઘી, અડધી ચમચી સિંધા મીઠું,1 લીલું મરચું ઝીણું સમારેલું
મૌરેયાના ઢોંસા બનાવવાની રીત:
સૌથી પહેલા ઢોંસા બનનાવા માટે મોરૈયાને સાફ કરીને ધોઇ લો અને 2 કલાક પાણીમાં પલાળી રાખો. પછી મોરૈયાના મિશ્રણમાં થોડું પાણી મિક્સ કરીને મિક્સરમાં વાટી લો.
હવે મોરૈયાના મિશ્રણમાં શિંગોડાનો લોટ ઉમેરી થોડું પાણી નાખીને ઘટ્ટ ખીરું બનાવી લો. ખીરું એટલે જ ઘટ્ટ રાખો જેથી તેને સરળતાથી તવામાં પાથરી શકો. આ ખીરામાં સિંધા મીઠુ અને ઝીણુ સમારેલુ મરચુ નાખીને મિક્સ કરી લો.
ઢોંસાનું ખીરું 20 મિનિટ માટે ઢાંકીને રાખી દો. પછી તવા પર થોડું ઘી લગાવીને એક ચમચો ખીરું મૂકો.આ ખીરાને હળવા હાથે તવા પર ફેલાવો અને ગોળ આકાર આપો. પછી તેને કિનારાથી થોડું ઘી મૂકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ઢોંસો એક તરફથી ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે તે તેણે બીજી સાઇડ ફેરવીને અડધી મિનિટ શેકવા દો, પછી તેણે ફોલ્ડ કરીને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.