આ વખતે લોકડાઉન રેસિપીની સીરિઝમાં અમે લાવ્યા છીએ, વેજીટેબલ કબાબ અને કબાબ રેપ. હવે તમે ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી મિનિટમાં બનાવી શકો છો. તો ટ્રાય કરો અને પરિવારની સાથે વાનગીનો આનંદ માણો.
સામગ્રીઃ
વધેલા વેજીટેબલ,100 ગ્રામ બાફેલા બટેકા,1 ચમચી આદુ,1 ચમચી લસણ,લીલું મરચું,1 ચમચી લીંબુનો રસ,2 ચમચી લાલ મરચું પાવડર,2 ચમચી ધણાજીરાનો મસાલો ,1 ચમચી હળદર,1 ચમચી મકાઈનો લોટ અથવા મેંદો,2 ચમચી ગરમ મસાલો અને મીઠું.
બનાવવાની રીતઃ
એક બાઉલમાં વધેલા વેજીટેબલને લઈને તેમાં બાફેલા બટેકાને મિક્સ કરી લો. હવે તમાં છીણેલું આદુ, અને લસણ નખો. સમારેલા લીલા મરચા, લીંબુ નો રસ, લાલ મરચું, ધાણા, જીરું પાવડર, ગરમ મસાલા, મીઠું અને હળદર નાખો.હવે મેંદો મિક્સ કરીને 30 મિનિટ સુધીને ફ્રિજમાં રાખો. ફરીથી આ મિશ્રણના નાનાં નાનાં ગોળ કબાબ બનાવીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરો. કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.