આજે જ ઘરે આવી રીતેબનાવો હેલ્ધી શક્કરપારા!

શક્કરપારા તો નામ બધાએ સાંભળ્યું જ હશે. આ એક એવો નાસ્તો છે જે દરેક લોકોને ભાવે. સુકા ફરસાણ તરીકે નાસ્તામાં શક્કરપારાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શક્કરપારા મીઠા, ખારા કે મસાલાવાળા એમ અલગ અલગ સ્વાદમાં બનાવી શકાય છે. પરંતુ કેટલાક લોકોને તળેલા નાસ્તા ઓછા ભાવતા હોય છે. તો ચલો આજે અમે જણાવીએ તળ્યા વગર કેવી રીતે બનાવશો શક્કરપારા

સામગ્રી:

2 કપ મેંદો,1/2 કપ દૂધ,1/2 કપ ખાંડ,1/2 કપ તેલ,1/2 ચમચી મીઠું.

બનાવવાની રીત:  

એક તપેલીમાં તેલ, ખાંડ, દૂધ અને મીઠું લઈ ઘીમા તાપે ગરમ કરો. સહેજ ઠંડુ થાય એટલે તેમાં જરૂર મુજબ મેંદો ઉમેરી કણક બાંધી ઢાંકીને 2 કલાક સુધી રાખી મુકો. ત્યારબાદ ઓવનને 350 F પર પ્રિ-હીટ કરી રાખો. પછી લોટના સરખા લુઆ બનાવી રોટલો વણી કટર કે છરીથી શક્કરપારા કાપી લો.

બેકિંગ શીટમાં સિંગલ લેયર રાખી 10 મિનીટ માટે બેક કરી લો. બહાર કાઢી જેટલી ઝડપથી બને એટલી ઝડપથી બધા શક્કરપારા ફેરવી 5-7 મિનીટ ફરી બેક કરો. તઈ જાય એટલે ઓવનમાંથી કાઢી ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution