ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
લીલા વટાણાના પુલાવ માટે:
૩ કપ રાંધેલા બાસમતી ચોખા,૩/૪ કપ બાફેલા લીલા વટાણા,૨ ચપટીભર કેસર,૧ ટીસ્પૂન દૂધ,૧ ટેબલસ્પૂન ઘી,૧/૨ ટીસ્પૂન શાહજીરું,૫૦ મિલીમીટર (૨”)નો તજનો ટુકડો,૨ લવિંગ,૨ એલચી,મીઠું , સ્વાદાનુસાર,૮ to ૧૦ કિલોગ્રામ ૮ થી ૧૦ સૂકા જરદાળુ , પાણીમાં ૧ કલાક પલાળી લીધા પછી ગાળીને ટુકડા કરેલા.
પનીર કોફતા માટે:
૧ કપ ભૂક્કો કરેલું પનીર,૩ ટેબલસ્પૂન મેંદો,૧ ચપટીભર બેકીંગ સોડા,૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર,૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં,મીઠું , સ્વાદાનુસાર,તેલ , તળવા માટે
ગ્રેવી માટે:
૧ ટેબલસ્પૂન ઘી,૩/૪ કપ તાજુ દહીં , ૧/૨ કપ પાણીમાં મેળવેલું,૧/૨ ટીસ્પૂન સાકર,મીઠું, સ્વાદાનુસાર,૧/૨ કપ મોટા સમારેલા કાંદા,૩ ટેબલસ્પૂન તાજું ખમણેલું નાળિયેર,૪ લસણની કળી,૨ ટીસ્પૂન આખા ધાણા,૧ ટીસ્પૂન જીરું,૫૦ મિલીમીટર (૨”)નો તજનો ટુકડો,૩ લવિંગ,૩ એલચી,૨ ટીસ્પૂન ખસખસ,૭ આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરલા
બીજી જરૂરી વસ્તુઓ:
૨ ટીસ્પૂન ઘી, ચોપડવા માટે,૨ ટીસ્પૂન દૂધ
લીલા વટાણાના પુલાવ માટે
એક નાના વાસણમાં કેસરને હુંફાળી ગરમ કરી તેમાં દૂધ મેળવીને કેસરને ચોળી, સારી રીતે મિક્સ કરી લો.એક બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને ભાત સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં શાહજીરું, તજ, લવિંગ અને એલચી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં ભાત-કેસરનું મિશ્રણ, લીલા વટાણા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં ટુકડા કરલા જરદાળું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
પનીર કોફતા માટે:
બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગના ગોળ નાના બોલ તૈયાર કરો.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કોફતા નાંખી દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.
ગ્રેવી માટે:
એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.પછી તેમાં દહીં-પાણીનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
આગળની રીત:
એક બાઉલમાં લીલા વટાણાનો પુલાવ અને કોફતા મેળવી હલકે હાથે મિક્સ કરી લો.આ મિશ્રણના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.બેકીંગ કરવા માટેના એક બાઉલમાં ઘી ચોપડી લીધા પછી તેમાં લીલા વટાણાના પુલાવ-કોફતાનો ૧ ભાગ નાંખી ચમચાના પાછળના ભાગ વડે તેને સરખી રીતે પાથરી લો.તે પછી તેની પર તૈયાર કરેલી બધી જ ગ્રેવી સરખી રીતે રેડી લો.છેલ્લે તેની પર બાકી રહેલો લીલા વટાણાનો પુલાવનો બીજો ભાગ પાથરી લીધા પછી તેની પર દૂધ સરખી રીતે રેડી લો.વાસણને ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦0 c (૩૬૦0 f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.પીરસતા પહેલા તેને પીરસવાની ડીશમાં પલટાવીને તરત જ પીરસો.