અત્યારે લોકડાઉનના કારણે દરેક વ્યક્તિ ઘરે છે તેથી દરરોજ નવી નવી વાનગીઓ બનાવવાની ઈચ્છા થતી હશે. આવી સ્થિતિમાં, તમે સવારે અને સાંજના નાસ્તામાં નવી અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.તેને બનાવવા માટે વધારે સામગ્રી પણ જરૂર નથી પડતી. તેને તમારા રસોડામાં રહેલી સામગ્રીમાંથી બનાવી શકાય છે. તો બનાવો પૌંઆ પેનકેક.
સામગ્રી:
1 કપા પૌંઆ,1 કપ સોજી,1 કપ દહીં,1 કપ શેકેલી મગફળી,અડધી ચમચી જીરું,1 ઝીણી સમારેલી ડુંગળી,2 મોટા ચમચા નારિયેળની ચટણી,લીલી કોથમીર,જરૂર મુજબ તેલ,મીઠું, આદુ, લીલા મરચાં જરૂર મુજબ.
બનાવવાની રીતઃ
પૌંઆને થોડી વાર પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ ચાળણીથી પૌંઆનું પાણી કાઢીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો.તેમાં મીઠું, સોજી અને દહીં નાખીને મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં અને સમારેલી ડુંગળી નાખો.ત્યારબાદ તેમાં શેકેલી મગફળી નાખો. તેને પૌંઆના મિશ્રણમાં મિક્સ કરો. તેમાં નારિયેળની ચટણી અને લીલી કોથમીર નાખો.હવે પેન ગરમ કરો અને મિશ્રણની નાની પેનકેક બનાવવી. સોનેરી થાય ત્યાં સુધી બંને બાજુ શેકો. તો તૈયાર છે પૌંઆ પેનકેક તેને તમે ચટણી સાથે ખઈ શકો છો.