આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે.
સામગ્રી :
1.5 કપ મૈદો,3 ચમચી દહીં,3 ચમચી ઘી,1/2 ચમચી બેકિંગ સોડા,1 નાની ચમચી ખાંડ,1/2 ચમચી મીઠું,પાણી જરૂર મુજબ.
સ્ટફિંગ માટે :
1/2 કપ છીણેલું પનીર,1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી,1/2 ચમચી લાલ મરચું પાઉડર,1/2 ચમચી અધકચરા વાટેલા આખા ધાણા,1/2 ચમચી જીરું પાઉડર,1/2 ચમચી આમચૂર પાઉડર,સ્વાદ મુજબ મીઠું,1/2 ચમચી ગરમ મસાલો,ચપટી અજમો,થોડા સમારેલા ધાણા ભાજી,થોડો ઝીણો સમારેલો ફુદીનો
બનાવની રીત :
સૌ પ્રથમ એક વાસણ માં લોટ લેવો..ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ ઘી.. બેકિંગ સોડા.. મીઠું.. દહીં.. બધું નાખીને મિક્સ કરવું...અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો...હવે લોટ ને રેસ્ટ કરવા રહેવા દેવો ઢાંકીને 30 મિનિટ માટે...હવે એક વાસણ માં સ્ટફિંગ માટે ની તૈયારી કરવી..ઉપર જણાવેલ બધી સામગ્રી ભેગી કરીને હલાવી લેવું..હવે30 મિનિટ પછી લોટ ને મસળી લેવો... ત્યારબાદ એક લુવો લઈ હાથ થી થોડો પ્રસરવો.. તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરવું..હવે ઉપર કોથમીર લગાવી ફરીથી હાથ થી પ્રસરવો..હવે એક તાવો ગરમ કરવા મુકવો.. બરાબર નોર્મલ ગરમ થાય..ત્યારે એક સાઈડે પાણી લગાવી... એ પાણી વાળી સાઈડે તવા પર મુકવો ચૂર ચૂર નાનહવે1 મિનિટ માં લગભગ નીચે શેકાઈ જય..એટલે તાવો ઊંધો કરી ગેસ પર બીજી સાઈડે સેકવું..હવે તાવેથા થી નાન ઉતારી લેવો અને ઉપર બટર અથવા ધી.. જે પસંદ હોય એ લગાવી સર્વ કરવું.