ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને હેલ્દી બાજરાની ખીચડી 

જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે.

રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. 

સામગ્રી  :

૧/૨ કપ બાજરી , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી ,૧/૨ કપ પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી,મીઠું , સ્વાદાનુસાર,૧ ટેબલસ્પૂન ઘી,૧ ટીસ્પૂન જીરૂ,૧/૨ ટીસ્પૂન હીંગ,૧/૪ ટીસ્પૂન હળદર 

બનાવની રીત :

એક પ્રેશર કુકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૪ સીટી સુધી બાફી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં બાફેલી બાજરી-મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution