લીલી ડુંગળીને તેની ડાંડલી સાથે સમારી બટાકા સાથે તેનું શાક બનાવવામાં આવતું હોય છે. આ ઉપરાંત, અનેક રીતે તેનો રસોઇમાં ઉપયોગ કરવામાં આવે છે. તમે મેથીના પકોડા તો ખાધા હશે તો હવે ટ્રાય કરો લીલી ડુંગળીના પકોડા, જે ખાવામાં પણ એકદમ સ્પાઈસી અને ક્ર્સ્પિ લાગશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે.
સામગ્રીઃ
લીલી ડુંગળી - 6 નંગ,ચણાનો લોટ - 2 ચમચા,ચોખાનો લોટ - 1 ચમચો,મરચું - 1 ચમચી,જીરા પાઉડર - અડધી ચમચી\,ધાણા પાઉડર - અડધી ચમચી,ગરમ મસાલો - અડધી ચમચી,હળદર - પા ચમચી,મીઠું - સ્વાદ મુજબ,તલ - જરૂર મુજબ
બનાવવાની રીત :
લીલી ડુંગળીને સારી રીતે સાફ કરીને ધોઇને કોરી કરી લો. લીલાં મરચાં અને આદુંને પણ બારીક સમારો.એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ભેગો કરી તેમાં મરચું, જીરા પાઉડર, ધાણા પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું અને તલ નાખો.તે પછી સમારેલી લીલી ડુંગળી નાખી હાથથી મિક્સ કરો. જરૂર પડે તો એક-એક ચમચો પાણી ઉમેરતાં જાવ.પકોડાનું ઘટ્ટ ખીરું તેયાર કરી એક કડાઇમાં તેલ ગરમ કરો. હવે તેમાં આ ખીરામાંથી પ્રમાણસર ખીરું લઇ હાથથી પકોડા તળવા મૂકો.તે ક્રિસ્પી અને સોનેરી રંગના થાય એટલે બ્રાઉન પેપર પર કાઢો જેથી વધારાનું તેલ શોષાઇ જાય. આ પકોડાને લીલી ચટણી સાથે સર્વ કરો.