ફરાળી વાનગીઓમાં બનાવો કોકોનટ બરફી!

એકનું એક ફરાળ ખઈને તમે પણ કંટાળી ગયા હશો. તો હવે ટ્રાઈ કરો તાજા નારિયેળની બરફી. જે બનાવવામાં પણ સરળ છે અને પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાશે. તો ઘરે જ બનાવો કોકોનટ બરફી.

સામગ્રી:

2 કપ તાજું નારિયેળ,1 કપ કંડેન્સ્ડ મિલ્ક,10-12 નંગ પિસ્ત,4-5 ચમચી એલચી પાવડર,2-3 ચમચી ઘી.

બનાવવાની રીતઃ

નાળિયેરની છાલ કાઢીને તેને છીણી લેવું. ત્યારબાદ છીણેલા નાળિયેરને ક્રશ કરીને લેવું.હવે એક કઢાઈમાં બે ચમચી ઘી નાખીને તેને ગરમ થવા દેવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં 2 કપ છીણેલું નાળિયેર નાખવું. નાળિયેરને ધીમા તાપે શેકી લેવું.બરાબર રીતે નાળિયેર શેકાય જાય ત્યારે તેમાં કંડેન્સ્ડ મિલ્ક નાખવું અને સતત હલાવતા રહેવું. અને જ્યાં સુધી બારબર ચઢી ન થાય મિશ્રણ ત્યાં સુધી હલાવતારહેવું.

મિશ્રણ ઘટ જાય ત્યારે તેમાં એલચી પાવડર નાખીને મિશ્રણને સારી રીતે મિક્સ કરવું. મિશ્રણ ઘટ થઈ ત્યારે ગેસ બંધ કરી લો.હવે એક પ્લેટ પર ઘી લગાવીને મિશ્રણ કાઢી લેવું અને તેને સારી રીતે ફેલાવી દેવું.ત્યારબાદ તેના પર પિસ્તા નાખવા અને હવે ચોરસ આકારમાં બરફીને કટ કરીને તેને બરાબર સેટ થવા દેવી.બરફી સેટ થઈને તૈયાર છે. તો તૈયાર છે નાળિયેર બરફી. તેને તમે ફ્રિઝમાં 7-8 દિવસ સુધી રાખી શકો છો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution