દાબેલીની વાત આવે એટલે મોંમાં પાણી આવી જાય. ચટાકેદાર દાબેલી ખાવાની જેટલી મજા આવે છે તેટલી જ મજા તેને બનાવવામાં પણ આવે છે. દાબેલી બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે તો બનાવો ચટાકેદાર અને સ્વાદિષ્ટ દાબેલી.
સામગ્રી :
8 પાવ,2 ચમચી માખણ,અડધો કપ મીઠી ચટણી,અડધો કપ લાલ કે લીલી ચટણી,2 ચમચા મસાલા મગફળી,અડધો કપ પાતળી સેવ,અડધો કપ કાપેલી લીલી કોથમીર,એડધો કપ દાડમના દાણાં.
દાબેલી સ્ટફિંગ માટે:
4 બટાકા,2 ટામેટા,1 લીલું મરચું,1 આદુંનો ટૂકડો,1 ચમચો માખણ,1 ચમચો તેલ,1/2 ચમચી જીરું,ચપટી હિંગ,1/2 ચમચી હળદર,3/4 નાની ચમચી ખાંડ,1 નાની ચમચી લીંબુનો રસ,સ્વાદ અનુસાર મીઠું.
બનાવવાની રીતઃ
બટાકાને બાફીને છોલી કાઢી છીણી નાખો.ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો.બટાકાના માવામાં બટાકાવડાં જેવો તમામ મસાલો નાખવો કે પછી તેમાં બજારમાં મળતો દાબેલીનો મસાલો નાંખો.પાવને વચ્ચેથી કાપી લો. તવી ગરમ કરો. કાપેલા પાવની ઉપર-નીચે થોડું માખણ લગાવો. પાવને બંને તરફથી સામાન્ય બ્રાઉન રંગનું શેકી લો.
પાવના કાપેલા ભાગને ખોલો. ખુલેલા ભાગની અંદર બંને બાજુ એક તરફ મીઠી અને બીજી બાજુ તીખી લીલી ચટણી લગાવો.
ત્યારબાદ એક ચમચીથી વધુ દાબેલીનો મસાલો સ્ટફિંગ માટે વચ્ચે મૂકો.તેની ઉપર સીંગ દાણા, 1 ચમચી સેવ, 1 નાની ચમચી કોથમીર અને 1 નાની ચમચી દાડમના દાણાં રાખો. દાબેલીને હાથથી દબાવી બંધ કરી દો.